Friday, December 5, 2025
Homeસ્પોર્ટ્સછેલ્લા 15 વર્ષથી સાઉથ આફ્રિકા ભારતમાં ટેસ્ટ મેચમાં જીતવામાં નિષ્ફળ

છેલ્લા 15 વર્ષથી સાઉથ આફ્રિકા ભારતમાં ટેસ્ટ મેચમાં જીતવામાં નિષ્ફળ

સાઉથ આફ્રિકા સામેની ભારતની ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીનો આવતીકાલથી પ્રારંભ : ઇડન ગાર્ડનમાં 6 વર્ષ બાદ ટેસ્ટ મેચ : છેલ્લા 25 વર્ષથી સાઉથ આફ્રિકા ભારતમાં એકપણ ટેસ્ટ શ્રેણી જીતી નથી

ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલથી ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થઇ રહ્યો છે. કલકત્તા અને ગોહાટી એમ બે સ્થળોએ બે મેચની શ્રેણી યોજાનાર છે. સાઉથ આફ્રિકા છેલ્લા 15 વર્ષથી ભારતમાં એક પણ ટેસ્ટ અને છેલ્લા 25 વર્ષથી એક પણ સીરીઝ જીતી શકી નથી. ત્યારે આફ્રિકાના નવોદિત ખેલાડીઓની ભારતમાં કસોટી થશે. ટેસ્ટ શ્રેણી બાદ વન-ડે અને ટી-20 શ્રેણી પણ રમાનાર છે.

- Advertisement -

સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે આ પ્રવાસ દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમ ભારતમાં બે ટેસ્ટ મેચ ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચોની શ્રેણી રમશે હાલમાં ભારત અને સાઉથ આફ્રિકાની ટીમો પ્રેકટીશ કરી રહી છે. બે મેચની ટેસ્ટ શ્રેણીનો આવતીકાલથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. આવતીકાલ તા.14થી 18 નવેમ્બર સુધી કલકત્તાના ઇડનગાર્ડનસ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ યોજાશે અને શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટ મેચ તા.22થી 26 નવેમ્બર દરમિયાન ગોહાટીના બારાસાપારા સ્ટેડીયમ ખાતે રમાશે. કલકત્તામાં 6 વર્ષ બાદ રેડબોલ ક્રિકેટ એટલે કે ટેસ્ટ મેચ રમાવા જઇ રહી છે. અહિં છેલ્લો મુકાબલો નવેમ્બર 2019માં વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ બાંગ્લાદેશ સામે થયો હતો. જેમાં ભારતે માત્ર 3 દિવસમાં એક ઇનીંગ્સ અને 46 રનથી વિજય મેળવ્યો હતો. કલકતાના ઇડનગાર્ડનમાં વર્ષ 2012 પછી ભારત એકપણ મેચ હાર્યુ નથી.

ઇડન ગાર્ડનમાં કડક સુરક્ષા
તાજેતરમાં થયેલા દિલ્હી બ્લાસ્ટ બાદ કલકતા ટેસ્ટ મેચની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. ઇડનગાર્ડનસ લશ્કરી છાવણીમાં ફેરવાઇ ગયું છે. બન્ને ટીમના ખેલાડીઓ મેચ અધિકારીઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે.

- Advertisement -

ઇડન ગાર્ડનસમાં ભારતનો દેખાવ
અત્યાર સુધી ઇડનગાર્ડનસમાં 42 ટેસ્ટ મેચ રમાઇ છે. ભારતે આ ગ્રાઉન્ડ ઉપર 42 ટેસ્ટમાં 13 વિજય અને 20 ડ્રોના પરિણામ મેળવ્યા છે. ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીના પ્રથમ મુકાબલામાં વિશેષ ટોસ માટે સિકકો તૈયાર કરાયો છે. ગાંધી-મંડેલા ટ્રોફીને લઇ સિકકાની એક તરફ ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને બીજી તરફ સાઉથ આફ્રિકાના મહાન નેતા નેલસન મંડેલા રહેશે.

ભારતમાં સાઉથ આફ્રિકાનું નબળુ પ્રદર્શન
છેલ્લી વર્લ્ડ ચેમ્પીયનશીપની ફાઇનલમાં ઓસ્ટ્રેલીયાને હરાવી ટેસ્ટ ચેમ્પીયન શીપ જીતનાર સાઉથ આફ્રિકા છેલ્લા 20 વર્ષથી ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. અને છેલ્લા 15 વર્ષથી સાઉથ આફ્રિકા ભારતમાં એકપણ ટેસ્ટ મેચ જીતી શકયુ નથી. છેલ્લે સાઉથ આફ્રિકા ભારતમાં વર્ષ 2000માં ટેસ્ટ શ્રેણી જીત્યુ હતું. સાઉથ આફ્રિકા છેલ્લે વર્ષ 2010માં ભારતમાં નાગપુર ખાતે ગ્રીમસ્મીથની કેપ્ટનશીપ હેઠળ મેચ જીત્યુ હતું. ત્યારબાદ બન્ને ટીમો વચ્ચે ભારતમાં રમાયેલી એકપણ મેચ સાઉથ આફ્રિકા જીતી શકયુ નથી.

- Advertisement -

ઘર આંગણી ભારતનો મજબૂત દેખાવ
સાઉથ આફ્રિકાની ભારત પ્રવાસે આવેલી ટીમમાં સામેલ આઠ જેટલા ખેલાડીઓ ભારતમાં પ્રથમવાર ટેસ્ટ રમવા ઉતરશે જેની ભારતીય સ્પીનરો સામે આકરી કસોટી થઇ શકે છે. ભારતનું હોમ પીચ ઉપર મજબુત પ્રદર્શન રહ્યું છે. વર્ષ 2012થી 2024 સુધીમાં ભારતે સતત 18 ટેસ્ટ શ્રેણી જીતી છે. ત્યારબાદ વર્ષ 2024માં ન્યુઝીલેન્ડે ભારતનો વિજય રથ અટકાવ્યો હતો. તાજેતરમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝને બે મેચની શ્રેણીમાં કલીનસ્વીપ કરી હતી.

ઇડનગાર્ડનમાં ભારતીય ટીમની પ્રેકટીશ
આવતીકાલથી શરૂ થતાં શ્રેણીના પ્રથમ ટેસ્ટ મેચ પૂર્વે ભારતીય ટીમ ઇડન ગાર્ડનસમાં પ્રેકટીશ કરી હતી. ઓસ્ટ્રેલીયા સામેની વન-ડે અને ટી-20 શ્રેણી બાદ ગીલ ટેસ્ટ શ્રેણીમાં રમશે. ઓસ્ટ્રેલીયામાં નિષ્ફળ રહ્યા બાદ પોતાની ટેકનીક સુધારવા માટે નેટમાં લગભગ દોઢ કલાક સમય વિતાવ્યો હતો. તેણે જાડેજા અને સુંદરની સ્પીન બોલીંગનો સામનો કર્યો હતો. આ ઉપરાંત બુમરાહની ફાસ્ટ બોલીંગ તથા નિતીશકુમાર રેડ્ડી અને કેટલાક સ્થાનિક કલબ બોલરોનો પણ સામનો કર્યો હતો. તેમજ બોલીંગ કોચ મોર્ને મોરકરની દેખરેખ હેઠળ થ્રોડાઉન હેઠળ પણ પ્રેકટીશ કરી હતી.

ભારતીય કેપ્ટન અને કોચ દ્વારા પીચનું નિરીક્ષણ
ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન સુભમન ગીલ અને કોચ ગૌતમ ગંભીરે પીચનું નિરીક્ષણ કર્યુ હતું અને પીચ કયુરેટર સાથે પીચ અંગે ચર્ચા પણ કરી હતી. તેમના હાઉભાઉ ઉપરથી તેઓ પીચથી સંતુષ્ટ ન હોવાનું દેખાયું હતું.

સાઉથ આફ્રિકાનો ભારત પ્રવાસમાં ટેસ્ટમાં દેખાવ
વર્ષ           વિજેતા                    માર્જીન
1996        ભારત                    3 ટેસ્ટ મેચની શ્રેણી 2-1 થી જીતી
2000        સાઉથ                    આફ્રિકા 2 ટેસ્ટની શ્રેણી 2-0 થી જીતી
2004        ભારત                    2 ટેસ્ટની શ્રેણી 1-0 થી જીતી
2008         ડ્રો                       3 ટેસ્ટની શ્રેણી 1-1 થી ડ્રો
2010         ડ્રો                       2 ટેસ્ટની શ્રેણી 1-1 થી ડ્રો
2015        ભારત                    4 ટેસ્ટની શ્રેણીમાં 3-0 થી વિજેતા
2019        ભારત                    3 ટેસ્ટની શ્રેણીમાં 3-0 થી વિજેતા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular