Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરની હવાને સ્વચ્છ કરવા જામ્યુકોએ તૈયાર કર્યો એકશન પ્લાન

જામનગરની હવાને સ્વચ્છ કરવા જામ્યુકોએ તૈયાર કર્યો એકશન પ્લાન

શું છે આ એકશન પ્લાનમાં... કોણ આપશે ફંડ... જાણો

જામનગર મહાપાલિકા હવે શહેરની હવાને સ્વચ્છ કરવા જઇ રહી છે. નેશનલ ક્લિન એર પ્રોગ્રામ અંતર્ગત જામનગર મહાપાલિકાએ શહેરની હવાને સ્વચ્છ કરવા માટે એકશન પ્લાન તૈયાર કર્યો છે. આ માટે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા મહાપાલિકાને રૂપિયા 20 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

- Advertisement -

શહેરના મેયર વિનોદ ખિમસૂર્યાએ બુધવારે પત્રકારોને એકશન પ્લાન અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, “ભારત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા 2019માં નેશનલ ક્લિન એર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. જેનો આશય હવામાં રહેલા પ્રદૂષિત રજકણો એટલે કે PM10 અને PM2.5 ના સ્તરમાં 2026 સુધીમાં 40% સુધીનો ઘટાડો હાંસલ કરવાનો હતો. આ પ્રોગ્રામમાં દેશના કુલ 131 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

નેશનલ ક્લિન એર પ્રોગ્રામની જેમ જ ગુજરાત સરકાર દ્વારા પણ સ્ટેટ ક્લિન એર પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. તે અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકાના અનુસંધાને જામનગર મહાપાલિકા દ્વારા પણ સ્વચ્છ હવા એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ અંતર્ગત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ જામનગર મહાપાલિકાને રૂપિયા 20 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરશે.

- Advertisement -

આ એકશન પ્લાન મુજબ શહેરમાં બે સ્થળોએ કેપેક્સ અને ત્રણ વર્ષના ઓપેક્સ સાથે એર ક્વોલિટી મોનિટરીંગ સીસ્ટમ તથા ડીસ્પ્લે સીસ્ટમ ઇન્સ્ટોલ કરવાની કામગીરી કરવાની રહેશે. આ મોનિટરીંગ સ્ટેશન માટે પ્રતિસ્ટેશન રૂા. 50 લાખની ગ્રાન્ટ ફાળવાશે. આ ઉપરાંત શહેરના પ્રદૂષણના સ્ત્રોતનો અભ્યાસ કરવામાં આવશે. બાગ બગીચાઓમાં વૃક્ષારોપણ અને ઘનિષ્ઠ લીલોતરીની કામગીરી સાથે તેના રક્ષણ અને જાળવણી કરવામાં આવશે. શાળા-કોલેજો તથા સરકારી કચેરીઓમાં જમીન ઉપલબ્ધ હોય તો, ત્યાં ગ્રીન કવર વધારવામાં આવશે. સામાન્ય નાગરિકોને વાયુ પ્રદૂષણ વિશે માહિતી આપવા માટે ટીવી, રેડિયો, સોશિયલ મિડિયા, બિલબોર્ડનો ઉપયોગ કરી જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવશે. વાયુ પ્રદૂષણ વિશે માહિતી આપવા વર્કશોપ અને સેમિનાર પણ યોજવામાં આવશે.

શહેરમાં વાહન વ્યવહારથી થતાં વાયુ પ્રદૂષણના નિયંત્રણ માટે માર્ગો પર વોલ ટુ વોલ કાર્પેટ કરવામાં આવશે. તેમજ તૂટેલા ફૂટેલા રસ્તાની મરામત કરવાની રહેશે. આ ઉપરાંત ટ્રાફિક જંકશન ઇમ્પ્રુવમેન્ટની કામગીરી પણ કરવામાં આવશે. સળગાવવામાં આવતાં ઘન કચરાનું નિયંત્રણ કરવા, બગીચામાંથી ઉત્પન્ન થતાં કચરામાંથી ખાતર બનાવવા અને ક્ધસ્ટ્રક્શન એન્ડ ડિમોલીશન વેસ્ટ રીસાયકલ તેમજ રીયુઝ કરવા માટેના પ્લાન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.
બુધવારે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ હવા શુદ્ધિકરણ એકશન પ્લાનનું વિમોચન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular