IPL 2026ના મીની ઓકસન પૂર્વે હાલમાં IPL ટ્રેડ વિન્ડોની ચર્ચા ચાલી રહી છે. રાજસ્થાન રોયલ્સ તેના ખેલાડી સંજુ સેમસનના બદલામાં રવિન્દ્ર જાડેજાને ટ્રેડ કરવાની તૈયારી કરી રહ્યું છે જે હાલમાં સમાચારો ટ્રેડીંગમાં જોવા મળી રહ્યા છે. જો આ ટ્રેડ ડીલ થઇ તો રાજસ્થાન રોયલ્સ તેના માટે સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓને છોડવામાં ફરી એક નામ ઉમેરાશે રાજસ્થાન રોયલ્સ ટીમ માટે ઇંગ્લેન્ડના ધરખમ બેસ્ટમેન જોર્સ બટલરે સારૂ એવું યોગદાન આપ્યું છે. રાજસ્થાન રોયલ્સ માટે તેણે સૌથી વધુ સદીઓ ફટકારી છે. પરંતુ તે રાજસ્થાન રોયલ્સનો હાલમાં હિસ્સો લઇ શકયો નથી. તે ગુજરાત ટાઇટન્સ ટીમનો હિસ્સો બન્યો છે.
આવી જ રીતે ભારતીય ટીમનો સ્પીનર યઝુર્વેન્દર ચહલ રાજસ્થાન રોયલ્સ ટીમનો સભ્ય હતો. અને રાજસ્થાન રોયલ્સ ટીમ તરફથી તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું અને સૌથી વધુ વિકેટો પણ ઝડપી હતી. તેમ છતાં તે પણ હાલ રાજસ્થાન રોયલ્સ ટીમમાં નથી અને પંજાબ કિંગ્સ તરફથી રમે છે. આ બન્ને ખેલાડીઓએ રાજસ્થાન રોયલ્સ માટે સારૂ પ્રદર્શન કર્યુ છે છતાં રાજસ્થાન રોયલ્સે તેમને જાળવ્યા નથી. અને હવે રાજસ્થાન રોયલ્સ માટે સારૂ પ્રદર્શન કરનાર સંજુ સેમસનને પણ ટીમ છોડવા જઇ રહી હોય તેવું દેખાઇ રહ્યુ છે. રાજસ્થાન રોયલ્સ સંજુ સેમસનને ટ્રેડ કરવા જઇ રહ્યું હોવાના સમાચારો ચાલી રહ્યા છે.
આમ રાજસ્થાન રોયલ્સ તેના ધુરંધર ખેલાડીઓને છોડતુ રહેશે તો હાલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું સ્થાન પણ ભવિષ્યમાં જોખમમાં મુકાઇ શકે છે.


