જામનગર જિલ્લાના મેઘપર ગામમાં આવેલા મકાનના રૂમમાં તસ્કરોએ પ્રવેશ કરી સ્ટીલની પેટીમાં રાખેલા રૂા. 2,05,000ની રોકડ રકમ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સર પી. એન. રોડ પર, સનરાઇઝ સ્કૂલની બાજુમાં રહેતાં ભોળાનાથ સુખમય દે (ઉ.વ.51) નામના પ્રૌઢના કબ્જાના મકાનમાં ગત્ તા. 08ના રોજ દિવસ દરમ્યાન અજાણ્યા તસ્કરોએ મકાનની બારી તથા બાથરૂમનો દરવાજો તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં રહેલી સ્ટીલની પેટીમાં રાખેલા રૂા. 2,05,000ની રોકડ રકમ ચોરી કરી ગયા હતા. આ અંગેની પ્રૌઢ દ્વારા જાણ કરાતા પીએઅસાઇ એ. જી. જાડેજા તથા સ્ટાફએ અજાણ્યા તસ્કર વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


