છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલાં કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં તૈયાર ખરીફ પાકનો સોથ વાળ્યો છે. અષાઢમાં પણ ન વરસે તેવો અનરાધાર વરસાદ ચોમાસું પૂર્ણ થયા બાદ શિયાળાના પ્રારંભે વરસી રહયો છે.અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસી રહેલાં આ કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે.
હજુ આગામી 3-4 દિવસ સુધી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાળ વિસ્તારોમાં આ કમોસમી વરસાદનો સિલસિલો યથાવત્ રહેશે. આ કમોસમી વરસાદે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પ થી 10 ઇંચ સુધી ભારે વરસાદ વરસાવ્યો છે. છેલ્લા 36 કલાકમાં ઉના અને ગિર ગઢડા પંથકમાં 10 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં નદી નાળાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જયારે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. અચાનક આવી પડેલી આ આફતથી ખેડૂતોની સ્થિતિ દયામણી બની જવા પામી છે. ત્યારે નુકસાનીનું આંકલન કરવા માટે રાજય સરકારના મંત્રીઓ આજે સૌરાષ્ટ્રના જુદા-જુદા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ત્યારબાદ ખેડૂતોને તુરંત વચગાળાની રાહત મળી રહે તે માટેની જાહેરાત થવાની સંભાવના જોવાઇ રહી છે. બીજી તરફ ડિપડિપ્રેશનને કારણે રાજ્યના બંદરીય કામકાજને પણ વિપરીત અસર પહોંચી છે. મોટાભાગના નાના અને મધ્યમ બંદરો પણ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ઊના ગીરગઢડા પંથક ના સર્વત્ર વિસ્તારોમા છેલ્લા 36 કલાક દરમિયાન 10 ઈંચ કરતાં વધુ ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાયાં હોવાનાં કારણે રસ્તાઓ ઘરો અને ધાર્મિક સ્થળો પાણીમાં ડુબ્યા છે.હાલ પાણી ની સતત આવક થઈ રહીં હોવાના કારણે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ને સાવચેત કરાયાં છે.
ઉનાના સનખડા, ખત્રિવાડા, અમોદ્વા,ખઢેરા સહિત અનેક ગામો સંર્પક વિહોણા બન્યા છે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય, થતાં કમોસમી વરસાદે સમગ્ર પંથક ના હાલ બેહાલ કર્યા છે ખાસ કરી ને સમગ્ર ગ્રામ્ય વિસ્તાર જેવાકે કેસરીયા અને સીમાસી માં વ્યાપક વરસાદ વરસ્યો છે.

ઉના,ગીરગઢડા પંથકમાં છેલ્લા 48 કલાક અવિરત વરસાદ ચાલુ રહ્યો છે જેના કારણે ખેડૂતો, માછીમારો પાયમાલ થયા છે બંદર કાંઠે સુકી ફિશ ના મેદાનો અને ખેડૂતો ના ખેતરો મા ઠેરઠેર પાણી ભરાતા ડ્રાઈ ફીસ તેમજ કપાસ ડુંગળી મગફળી ના પાથરા પાણી માં તણાયા હતા અને કૃષિ પાકો તદન નાશ થયા છે. નવાબદર , સૈયદ રાજપરા, સીમર, દીવ દરિયાકાંઠા સુધી વાદળોનું સામ્રાજ્ય માછીમારો ને મરણતોલ ફટકો ખેતરો ,ગામડા, શહેરી વિસ્તાર માં પાણી ભરાયાં, છે ઉના ના વ્યાજપુર ગ્રામપંચાયત માં પાણી ધુસીજતાં સરકારી રેકર્ડ પલળી ગયું હતું ગીરગઢડા ના ધોકડવા ,ચોરોલી મોલી, નાના સમઢીયાળા, નારયેલી મોલી, શાણા વાકીયા માં ખેડૂતો પાયમાલ ચારેકોર જળબંબાકાર ની સ્થિતિ વચ્ચે ખેતરો મા ઉભરાતા પાણી એ તબાહી સર્જી છે.

ઉના ના ઉટવાડા, સનખડા, ખત્રિવાડા, ગુપ્ત પ્રયાગ મુકામે આવેલ પ્રયાગરાય મંદિર પાણી માં ડુબ્યા હોવાથી લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દેલવાડા શ્યામ નગર તેમજ માણેકપુર ગામે લોકો નાં ઘરો માં વરસાદ પાણી ધુસી જતાં ઘરવખરી અનાજ કિંમતી સરસામાન ને નુકશાન થયું છે સૈયદ રાજપરા, સીમર બંદર, નવાબંદર માં માછીમારો ને ભારે ફટકો પડતાં બંદરોની ફિશીંગ વ્યવસાય બંધ કરવા ફરજ પડી છે.


