Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઓકટોબરમાં બરફ વર્ષા : શું આ વર્ષે ભારતમાં ભારે ઠંડી પડશે...?

ઓકટોબરમાં બરફ વર્ષા : શું આ વર્ષે ભારતમાં ભારે ઠંડી પડશે…?

ઓકટોબર 2025 માં હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં બરફ વર્ષા થઈ હતી. ગુલમર્ગ, મનાલી અને કેદારનાથ જેવા સ્થાનો પર બરફથી ઢંકાયેલા હતાં ત્યારે લોકો વિચારી રહ્યા છે કે શું આ શિયાળામાં ભારતમાં તિવ્રશિત લહેર આવશે ??

- Advertisement -

આ વર્ષે દેશમાં તિવ્ર ઠંડીનો અનુભવ થશે. કારણ કે હિમાલયના ઉપરના ભાગનો 86% ભાગ નિર્ધારિત સમય કરતા બે મહિના પહેલાં બરફથી ઢંકાયેલો છે. તાજેતરના પશ્ચિમી વિક્ષેપને કારણે હિમાલયમાં તાપમાન 2 થી 3 ડિગ્રી સે. ઓછું રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના મતે લા નીનાના પ્રભાવને કારણે આ શિયાળો સામાન્ય કરતા વધુ ઠંડો રહેવાની શકયતા 71% છે. લા નીના એક મોસમી ઘટના જેમાં પેસિફિક મહાસાગરનું તાપમાન સામાન્ય કરતા ઓછું હોય છે. લા નીના એ એક કુદરતી હવામાન ઘટના છે જે પેસિફિક મહાસાગરમાં ઠંડા પાણીને કારણે થાય છે તે અલ નીનોની વિરૂધ્ધ છે. જ્યારે લા નીના થાય છે. ત્યારે ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડુ તાપમાન વધે છે. યુએસ કલાઇમેટ સેન્ટર અનુસાર ઓકટોબરથી ડિસેમ્બર 2025 દરમિયાન લા નીના થવાની 71% શકયતા છે.

હિમાલયના ભાગો જેમ કે, 4000 ફુટથી ઉપરના વિસ્તારોમાં સામાન્ય રીતે સરેરાશ લા નીનાના ઉત્તર, મધ્ય, અને પુર્વીય પ્રદેશોમાં સરેરાશ તાપમાનમાં 3-4 ડિગ્રી સે. ઘટાડો કરી શકે છે. આઈએમડી ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 સુધી ઠંડી રહેવાની આગાહી પણ કરાઇ છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ ખાસ કરીને પ્રભાવિત થશે. દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તેની હળવી અસર થશે. મધ્યપ્રદેશમાં ઠંડીનું આગમન વહેલું થઈ ગયું છે. ભોપાલમાં લઘુતમ તાપમાન 15.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સામાન્ય કરતા 3.6 ડિગ્રી સે. ઓછું છે. 26 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે ભોપાલમાં ઓકટોબરના પહેલા ભાગમાં આટલું ઓછું તાપમાન નોંધાયું છે. આ વર્ષે પશ્ચિમી વિક્ષેપની શરૂઆતની અસર જોવા મળી. ઉત્તર પશ્ચિમ હિમાલયમાં 5 થી 9 ઓકટોબર બરફ પડયો. જમ્મુ અને કાશ્મીરમાં ગુલમર્ગ, સોનમર્ગ અને શ્રીનગરના ઉંચા વિસ્તારોમાં બરફ પડયો. હિમાચલ પ્રદેશમાં કેલોંગ લાહૌલ સ્થિતિ, મનાલી અને રોહતાંગ પાસ બરફથી ઢંકાયેલા હતાં.

- Advertisement -

રાજસ્થાનમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં તફાવત જોવા મળી રહ્યો છે. નેપાળથી કાશ્મીર સુધી પણ બરફના જથ્થામાં વધારો થઈ રહ્યો છે. ડો. મહેતાના મતે તાજેતરની હિમવર્ષા પણ હિમનદીઓની સ્થિતિ સુધરી રહી છે. આઈએડી આગાહી કરે છે કે આ શિયાળામાં તાપમાન સામાન્ય કરતા 0.5 – 1 ડિગ્રી ઓછું રહેશે. ખાસ કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ઠંડીની લહેર આવવાની શકયતા છે. જો કે, તીવ્ર કે રેકોર્ડબ્રેક ઠંડીની પુષ્ટિ થઈ નહીં. દિલ્હી – એનસીઆરમાં લઘુતમ તાપમાન 4-6 ડિગ્રી ઘટી શકે છે. હિમાલયમાં ભારે હિમવર્ષા પરંતુ, પુર કે ભુસ્ખલનનું જોખમ ઓછું છે. મધ્ય અને પુર્વ ભારતમાં વરસાદ સાથે હળવી ઠંડી પડશે. દક્ષિણ ભારતમાં સામાન્ય ઠંડી, થોડા ફેરફાર સાથે રહેશે આ શિયાળો ઠંડો રહેશે, પરંતુ, ગંભીર હોવાની શકયતા ઓછી છે. લા નિનાએ વહેલી શરૂઆત કરી છે પરંતુ આઈએમડી પરિસ્થિતિ પર નજીકથી નજીક રાખી રહ્યું છે. જો ઠંડીનું મોજું આવશે તો સરકાર ચેતવણી જાહેર કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular