ભારતને વિવિધતામાં એકતા ધરાવતો દેશ કહેવાય છે. અહીં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી સંસ્કૃતિના લોકો વસે છે ત્યારે અહીં કેટલીક અજાયબીઓ પણ જોવા મળે છે. ત્યારે અહીં વાત છે એક એવા ઘરની કે જે ઘર બે દેશોની સરહદ પર આવેલું છે. અહીં રૂમ બદલવાથી સીધા બીજા દેશમાં પહોંચી જવાય છે, તો ચાલો જાણીએ આ ઘર કયા આવેલું છે.
ભારત એ ખુબ વસ્તી ધરાવતો દેશ છે. અહીં લાખો ઘર આવેલા છે. જેમાં અબજો લોકો રહે છે. પરંતુ, શું તમે કયારેય સાંભળ્યું છે કે, ઘરમાં રૂમ બદલતા બીજા દેશમાં રૂપાંતરિત થવાય છે. જો તમારે ભારતથી બીજા દેશમાં જવું હોય તો હવે વિમાનમાં જવાની જરૂર નહીં પડે. ત્યારે અહીં વાત કરીએ ભારતના એક અનોખા ઘર વિશેની કે જ્યાં એક રૂમમાંથી બીજા રૂમમાં પ્રવેશીએ તો બીજા દેશમાં પહોંચી જવાય છે.
આ ઘર બે દેશોની સરહદ પર બનેલું છે. એક સરહદ ભારત સાથે છે અને બીજી મ્યાનમાર સાથે. આમ, આ ઘર બન્ને દેશોની સરહદ પર બનેલું છે. અથવા તમે કહી શકો કે બન્ને દેશોની સરહદ આ ઘરમાંથી પસાર થાય છે. ભારતનું આ અનોખુ ઘર નાગાલેન્ડ રાજ્યના લોંગવા ગામમાં આવેલું છે. આ ગામ ભારત – મ્યાનમાર સરહદ પર આવેલું છે. આ ઘર જોવા લોકો ઘણીવાર દુર દુરથી આવે છે. આ ઘરની ખાસિયત એ છે કે રસોડુ મ્યાનમારમાં આવેલું છે. જ્યારે બેડરૂમ ભારતમાં આવેલું છે. પરિણામે એક રૂમમાંથી બીજા રૂમમાં જવાથી દેશ બદલાઈ જાય છે. અહીં એ પણ નોંધનીય છે કે ભારત-મ્યાનમાર સરહદ ગામના મુખીના ઘરમાંથી પસાર થાય છે. આ ઘર બન્ને સરહદો પર આવેલું છે. પરિણામે ફ્રી મુવમેન્ટ રિજીમ હેઠળ તેને ખાસ દરજજો મળે છે. પરિણામે અહીંના રહેવાસીઓ બેવડી નાગરિકતા ધરાવે છે. આનાથી તેઓ સરળતાથી એક બીજાના દેશોમાં મુસાફરી કરી શકે છે. લોકો ઘણીવાર શાળા અને કામ માટે એક બીજાના દેશોની મુસાફરી કરે છે.


