આજના આધુનિક યુગમાં ગ્લેમર વધી રહ્યું છે. લોકો સુંદર દેખાવા માટે મોંઘા બ્યુટી પ્રોડકટ વાપરી રહ્યા છે તો કયાંક કોઇક સર્જરી કરીને પોતાને સુંદર બનાવી રહયા છે. ત્યારે હોઠ એ શરીરનું એક એવું અંગ છે કે જેની કોમળતા અને રંગ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે નાનાથી લઇને મોટા સુધી દરેકને એકસમાન ઈચ્છા હોય છે કે તેના હોઠ ખુબ સુંદર અને ગુલાબી હોય ત્યારે ગુલાબી હોઠ મેળવવા માટે, મોંઘા બ્યુટી પ્રોડકટસની જરૂર નથી. સરળ ઘરેલું ઉપચાર પુરતા છે.
ચહેરાનું સ્મિત ત્યારે જ પરફેકટ લાગે છે જ્યારે હોઠ ગુલાબી અને કોમળ હોય. હોઠની સુંદરતા માત્ર ચહેરાની સુંદરતામાં વધારો કરતી નથી પરંતુ તે સ્વાસ્થ્યનો સંકેત પણ આપે છે. બ્યુટી પ્રોડકટ્સ, સુર્યપ્રકાશ, ધુમ્રપાન અને શુષ્કતાને કારણે હોઠ કાળા અને શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં ગુલાબી હોઠ મેળવવા માટે ઘરેલું ઉપાયો તમને મદદ કરી શકે છે. ત્યારે ચાલો હોઠને સુંદર અને ગુલાબી બનાવવા શું કરી શકાય જાણીએ…
એલોવેલા જેલ :-
એલોવેલા જેલ હોઠની શુષ્કતા અને કાળાશ બંને દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે સુતા પહેલાં હોઠ પર એલોવેરા જેલ લગાવો અને રાતભર રહેવા દો સવારે હોઠ વધુ નરમ અને ગુલાબી દેખાશે.

ગુલાબજળ :-
ગુલાબજળ હાથ પર થિગમેન્ટેશન ઘટાડે છે અને હોઠનો કુદરતી રંગ જાળવી રાખે છે. રૂ ની મદદથી હોઠ પર ગુલાબજળ લગાવો અને થોડા સમય પછી ધોઇ લો.

વિટામિન ઈ કેપ્સ્યુઅલ્સ :-
વિટામિન ઈ હોઠને ઉંડે સુધી પોષણ આપે છે. કેપ્સ્યુલ તોડીને હોઠ પર તેલ લગાવો અને 20-30 મિનિટ માટે રહેવા દો પછી તેને ટીશ્યુથી સાફ કરો અને લિપબામ લગાવો.

નાળિયેર તેલ :-
નાળિયેર તેલ હોઠ માટે શ્રેષ્ઠ મોઇશ્ર્ચરાઈઝર છે. દરરોજ સુતા પહેલાં નાળિયેર તેલ લગાવો અને હળવા હાથે માલિશ કરો. થોડા દિવસોમાં હોઠ ગુલાબી અને ચમકદાર થઈ જશે. યોગ્ય કાળજી લેવાથી ગુલાબી હોઠ મેળવી શકાય તેમ છે. માટે રસાયણિક ઉત્પાદનો ટાળો અને આ સરળ ઘરેલું ઉપાયો અપનાવો.

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


