જામનગર દેશ વિદેશના પક્ષીઓની પ્રજાતિ અને સંખ્યામાં બહુ સમૃદ્ધ છે…ખિજડીયા પક્ષી અભયારણ્ય સહિત અનેક જંગલ અને જળાશયો વિસ્તાર ધરાવતા જામનગર જિલ્લામાં 350 થી વધુ પ્રજાતિના દેશ વિદેશના પક્ષીઓ દર વરસે નોંધાય છે અને દર વરસે 2 થી 5 નવા અલભ્ય કે દુર્લભ પક્ષીઓ પણ સતત નોંધાતા રહ્યા છે ત્યારે 19 ઓગસ્ટ ના વિશ્વ ફોટોગ્રાફી દિવસની વહેલી સવારે જામનગરમાં સૌ પ્રથમ વખત ફોટોગ્રાફી રેકોર્ડે બન્યું હોય તેવું પક્ષી ત્રિરંગી મુનિયા (કાળા માથાવાળી મુનિયા) ટ્રાય કલર મુનિયા જામનગરની ભાગોળે જામનગરના ફોટોજનોલીસ્ટ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર વિશ્વાસ ઠક્કરના કેમેરામાં કેદ થયું હતું. જે જામનગરના પક્ષી પ્રેમીઓ માટે આનંદના સમાચાર બની રહ્યા છે…આ ચકલી જેવડા પણ ખુબ જ સુંદર પક્ષી અંગે જામનગરના પક્ષીવિદ ડો.મૌલિક વરુ ના જણાવ્યાનુસાર આ મુનિયા આ બડે અને ગુજરાતના પક્ષીઓ મા જામનગર જિલ્લામાં પ્રથમ વખત ફોટોગ્રાફી રેકોર્ડે છે.. સૌરાષ્ટ્રમાં પોરબંદર, રાજકોટ, દ્વારકાના સલાયા, જુનાગઢ જેવા જિલ્લામાં કોઇક વાર જોવા મળ્યા ની નોંધ છે પરંતુ જામનગર જિલ્લામાં અને ખાસ કરીને શહેરી વિસ્તાર નજીક પ્રથમ વખત જોવા મળેલ છે…ત્રિરંગી મુનિયા (લોન્ચુરા મલાક્કા) એક એસ્ટ્રિલિડ ફિન્ચ છે, જે બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અને દક્ષિણ ચીનમાં રહે છે..ત્રિરંગી મુનિયા એક નાનું જૂથીય પક્ષી છે જે મુખ્યત્વે અનાજ અને અન્ય બીજ ખાય છે. તે ભીના ઘાસના મેદાનોમાં રહે છે. તે ઉષ્ણકટિબંધીય નીચાણવાળા ભેજવાળા જંગલોમાં પણ મળી શકે છે.
(તસ્વીર : વિશ્વાસ ઠકકર)


