Friday, December 5, 2025
Homeમનોરંજન‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી ફેમિલીની એન્ટ્રી...જાણો....

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી ફેમિલીની એન્ટ્રી…જાણો….

દરેક પરિવારનો લોકપ્રિય ટીવી શો. નાના મોટા સહુ સાથે મળીને જોતા હોય તેવો શો એટલે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’. જેમાં ભારતના વિવિધ રંગો જોવા મળે છે. દરેક જુદી-જુદી સંસ્કૃતિના લોકો એક સાથે એક સોસાયટીમાં હળીમળીને રહે છે જે ભારતના લોકોને પ્રદર્શિત કરે છે. લગભગ છેલ્લાં 17 વર્ષથી ટીવી જગતમાં આ શો એ પોતાનું સ્થાન બનાવી રાખ્યું છે. જુદા-જુદા પાત્રો લોકોને મનોરંજન પુરૂ પાડે છે. જેમાં ચાચાજીથી લઇને ટપ્પુ સેના સુધી સૌને ગમે તેવા પાત્રો લોકોને મનોરંજન પુરૂ પાડે છે ત્યારે આ ગોકુલધામ સોસાયટીમાં એક નવા પરિવારની એન્ટ્રી થવા જઈ રહી છે.

- Advertisement -

વર્ષોથી ચાલી રહેલા અને સૌને મનોરંજન આપી રહેલાં આ શો માં નિર્માતાઓએ શો ને એક નવો વળાંક આપ્યો છે. શો ના ટીઆરપીને નવી ઉંચાઈએ પહોંચાડવા માટે આ વખતે નિર્માતાઓએ શો માં રાજસ્થાની ફેમિલીની એન્ટ્રી કરાવી છે. જેમાં બે બાળકો સાથે કપલની એન્ટ્રી થશે. ચાર સભ્યોનો આ પરિવાર મજા પણ ચાર ગણી વધારશે. ત્યારે ચાલો જાણીએ આ નવા પરિવાર વિશે….

- Advertisement -

શો ના નિર્માતા આશિતકુમાર મોદીએ પોતે દર્શકોને આ નવા પરિવારનો પરિચય કરાવ્યો છે. એક પ્રોમો વીડિયો દ્વારા તેમણે રાજસ્થાની પરિવારનો પરિચય આપ્યો હતો. જેમાં પતિ, પત્ની અને બે બાળકોના આ પરિવાર છે. જેમાં પરિવારની પુત્રી બંસરી જે ખુશમિજાજ અને તોફાની છે. જે પોતાની માસુમીયતથી લોકોના દિલ જીતી લેશે. જ્યારે નાનો દિકરો વીર પોતાની માસુમ હરકતોથી લાઇમ લાઈટમાં રહેશે. જ્યારે ઘરધણી રત્નાસિંહ ચતુરસિંહ બિંજોલા જે એક વેપારી છે, સાડીની દુકાન ચલાવે છે અને તેની પત્ની રૂપવતીને સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સર અને સેલ્ફી કવીન તરીકે બતાવાઇ છે. આ સાથે આશિતકુમાર મોદીએ સૌને આ પરિવારને પણ એટલો જ પ્રેમ અને સમર્થન આપશે. લોકો તેવી આશા વ્યકત કરી છે.

- Advertisement -

શો ની આ રાજસ્થાની ફેમિલીના કલાકારો વિશે વાત કરીએ તો રત્નાસિંહ અને રૂપવતિ મુળ ગુજરાતી છે. રત્નાસિંહનું સાચુ નામ કુલદીપ ગોર અને રૂપવતીનું સાચુ નામ ધરતી ભટ્ટ છે જે મુળ અમદાવાદના છે. એટલે હવે શોમાં મુળ ગુજરાતીની સંખ્યા વધતી જાય છે. જ્યારે બન્ને બે બાળ કલાકાર જે મુળ મુંબઇના છે. છોકરાનું નામ અક્ષન સેહરાવત અને છોકરીનું નામ માહી ભટ્ટ છે.

દર્શકો જ્યારે હજુ પણ દયાબેનની વાપસીની રાહ જોઇ રહ્યા છે ત્યારે નિર્માતા એ આ શો ને એક નવા પરિવારની ભેટ આપી છે ત્યારે આ પરિવાર લોકોના હૃદયમાં કેટલું સ્થાન મેળવે છે તે આગળના દિવસોમાં જોવા મળશે. શું હજુ પણ લોકો દયાબેનની એન્ટ્રીની વાત કરશે કે નવા પરિવાર અને નવા મેમ્બરની કેમેસ્ટ્રીમાં ભળી જશે તે જોવાનું રહ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular