જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા માધવ રેસિડેન્સી-2માં જાહેરમાં જુગાર તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીની ટીમએ આઠ શખ્સોને રૂા. 61,500ની રોકડ, રૂા. 35 હજારની કિંમતના સાત મોબાઇલ અને રૂા. 50 હજારની કિંમતનું બાઇક તથા ગંજીપત મળી કુલ રૂા. 1,46,500ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આવેલા માધવ રેસિડેન્સી-2માં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતીનો જુગાર રમાતો હોવાની યુવરાજસિંહ ઝાલા, કાસમભાઇ બલોચ, મયૂરસિંહ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
દરમ્યાન એલસીબીની ટીમએ પૃથ્વીરાજસિંહ લાલુભા વાઢેર, વિરેન્દ્રસિંહ અનોપસિંહ વાઢેર, રાજુ ગંગારામ ચાવડા, રવિરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, મજબૂતસિંહ જશુભા જાડેજા, ધનુભા ભીખુભા વાઢેર, જયેશ નરશી ઘેડિયા, હનુભા ગીરુભા જાડેજા નામના આઠ શખ્સને રૂા. 61,500ની રોકડ રકમ, રૂા. 35 હજારની કિંમતના સાત મોબાઇલ, રૂા. 50 હજારની કિંમતનું એક બાઇક તથા ગંજીપતા મળી કુલ રૂા. 1,46,500ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર તાલુકાના જામવંથલી ગામથી જગા ગામ જવાના જૂના માર્ગ પરના વાડી વિસ્તારમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન પુંજા લખુ ગમારા, પુના બાવા ટોળિયા, આનંદ સંગ્રામ ચાવડિયા, અતુલ મોહન ઉમરેટિયા, ફિરોજ મામદ આસાણી, ધમા ખોડા ટોળિયા સહિતના છ શખ્સોને એલસીબીની ટીમે રૂા. 25,200ની રોકડ રકમ, રૂા. 30 હજારની કિંમતના 6 મોબાઇલ, રૂા. 60 હજારની કિંમતના બે બાઇક અને ગંજીપના મળી કુલ રૂા. 1,15,200ના મુદામાલ કબ્જે કરી નાશી ગયેલા લાલા નારણ ટોળિયા, કારૂ મેરા ટોળિયા, કિશોર ભોજા વાડોદરિયા સહિતના નવ શખ્સો વિરુઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર તાલુકાના મોડા ગામના ધાર વિસ્તારમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ગનુભા હાલુભા જાડેજા, વિરેન્દ્રસિંહ મેરૂભા જાડેજા, જયેન્દ્રસિંહ નટુભા જાડેજા, મહિપાલસિંહ કીર્તિસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ પોપટસિંહ જાડેજા, પ્રવીણસિંહ બટુકભા જાડેજા નામના છ શખ્સને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 31,450ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આરંભી હતી.
ચોથો દરોડો જામનગર શહેરના કૃષ્ણનગર શેરી નંબર ત્રણમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન નવ મહિલાઓને રૂા. 16,740ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો જામનગર તાલુકાના ખંભાલિડા ગામમાં સરકારી દવાખાના પાસે તીનપતીનો જુગાર રમતાં ઓમદેવસિંહ મેંદુભા જાડેજા, દશરથસિંહ અર્જુનસિંહ જાડેજા, કનકસિંહ સુખુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજા, રૂપસિંહ નટુભા જાડેજા સહિતના પાંચ શખ્સોને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 12,100ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
છઠ્ઠો દરોડો જામનગર જિલ્લાના જોગવડ ગામમાંથી તીનપતીનો જુગાર રમતાં અશ્ર્વિન સોમા માતંગ, જગદિશ સોમા માતંગ, દામજી નાથા ધોરિયા, દિનેશ અરજણ શ્રીમાળી, વિપુલ જેઠા ધારિયા નામના પાંચ શખ્સોને મેઘપર પોલીસે રૂા. 12,870ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
સાતમો દરોડો જામનગર શહેરના મોહનનગર આવાસ બિલ્ડીંગ નંબર આઠમાં પાંચમા માળની લોબીમાં જુગાર રમતાં રાજુ ખોડુ કાંજિયા, કરણ ઉર્ફે દેવો હસમુખ પરમાર, વિજય નાથા વઘોણા, કિશોર તુલસી પરમાર, રાજેશ ત્રિકમ વિઠ્ઠલાણી, પ્રકાશ જેન્તી વાઘેલા નામના 6 શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 12,510ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.
આઠમો દરોડો જામનગર જિલ્લાના જોગવડ ગામમાંથી જુગાર રમતાં ચના હીરા મકવાણા, દુદા ભીખા પરમાર, અશોક બધા બગડા નામના ત્રણ શખ્સને મેઘપર પોલીસે રૂા. 11,650ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
નવમો દરોડો જામનગર શહેરના જાગનાથ પાર્ક સોસાયટીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં કિશન અનિલ ધટાર, જિતેન્દ્ર દેવરાજ વાઘેલા, વિપુલ જયેશ મકવાણા, વિનોદ ધરમશી લિડીયા, અનિલ ખીમજી મકવાણા, વિપુલ ઉર્ફે વિશાલ જીતુ રાઠોડ સહિતના છ શખ્સોને સિટી ‘એ’ ડિવિજન પોલીસ સ્ટાફે રૂા. 10,570ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધા હતા.
દસમો દરોડો જામનગર શહેરના અંધાશ્રમ આવાસ પાછળના વિસ્તારમાં જુગાર રમતા પ્રેમકુમાર શામજી ચાવડા, આફરીદી ઇમ્તીયાઝ કુરેશી, કુલદીપસિંહ અનિરૂઘ્ધસિંહ રાઠોડ નામના ત્રણ શખ્સોને સિટી ‘સી’ ડિવિઝને રેઇડ દરમ્યાન રૂા. 12,300ની રોકડ તથા ગંજીપના સાથે ઝડપી લીધા હતા
અગિયારમો દરોડો લાલપુર તાલુકાના હરિપર ગામના ભરવાડપાડામાં જુગાર રમતા મચ્છા ચના વકાતર, રઘુ ઉર્ફે રવિ દેવશી મેવાડા, વિપુલ અજા બાંભવા, ખીમા રાજા મેવાડા, બાબુ નાગજી બાંભવા, મેરૂ રૂખડા બાંભવા, હિતેશ પાલા વકાતર નામના સાત શખ્સને લાલપુર પોલીસે રૂા. 11,850ની રોકડ સાથે ઝડપી લીધા હતા.
બારમો દરોડો જામજોધપુર ગામમાંથી તીનપતીનો જુગાર રમતાં સમીરકુમાર દેવશી ચાંડપા, મનોજ રાજા મકવાણા, કેતન વિનોદ પરમાર નામના ત્રણ શખ્સોને જામજોધપુર પોલીસે રૂા. 2720ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા સલીમ મામદ ઉમર સમા, જયરાજ મકવાણા, રમેશ વીરા પરમાર, હસમુખ બગડા સહિતના સાત શખ્સો વિરૂઘ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.


