શરીરમાં જુદા જુદા પોષક તત્વો જુદા જુદા કાર્ય કરે છે. દરેકનું તેના સ્થાન પર ખાસ મહત્વ છે. ત્યારે આજે આપણે જોઇએ છીએ કે આધુનિક અને ડીજીટલ યુગમાં લોકો બંધ બારણે એસીમાં રહેવા લાગ્યા છે તો પુરો દિવસ એસી ઓફિસમાં બેસે છે તો વળી બહાર પણ એસીકારમાં ફરે છે ત્યારે લગભગ બહુ ઓછા લોકો તડકામાં બેસીને વિટામિન ડી મેળવતા શે ત્યારે મોટાભાગના લોકોમાં વિટામિન ડી ની ખામી જોવા મળી રહી છે ત્યારે ચાલો વિટામિન ડી મેળવવા ઉપરાંત તડકામાં બેસવાના કેટલાંક અદભુત ફાયદાઓ જાણીએ..
વિટામિન ડી શરીરમાં ઘણાં કાર્યો કરે છે. હાડકાને મજબુત રાખવાથી લઇને સ્નાયુઓને સ્વાસ્થ રાખવાસુધી આ માટે દરરોજ સુર્યસ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, શું તમે જાણો છો કે વિટામિન ડી મેળવવા ઉપરાંત તડકામાં બેસવાના ફાયદા શું છે…?
શરીરમાં સ્નાયુઓ અને પેશીઓ તેમજ હાડકાને સ્વસ્થ રાખવા માટે રોગપ્રતિકારક શકિત વધારવા માટે વિટામિન ડી જરૂરી છે ઘણાં લોકો વિટામિન ડી ની ઉણપથી પીડાય છે વિટામિન ડી માટે વ્યક્તિએ દરરોજ 15 થી 20 મિનિટ સુર્ય પ્રકાશમાં વિતાવવું જોઇએ. શિયાળામાં હળવો સુર્યપ્રકાશ રાહત આપે છે અને અઢળક ફાયદા પણ આપે છે. બાળકોથી લઇને વડીલો સુધી દરેક માટે સુર્યપ્રકાશ ઉત્તમ માનવામાં આવે છે.
1. ઉંઘમાં સુધારો
દરેક પુખ્ત અને સ્વસ્થ વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી સાત થી આઠ કલાકની ઉંઘ લેવી જોઇએ. જો તમે દરરોજ 15 થી 20 મિનિટ માટે સુર્યપ્રકાશ લો છો તો તેનાથી તમારી ઉંઘ સારી થાય છે. માનસિક સ્વાસ્થ્ય તેમજ શારીરિક રીતે સ્વસ્થ રહે છે.
2. ડિપ્રેશન અને ચિંતામાં ફાયદાકારક
માનસિક સ્વાસ્થ સારું રાખવા માટે સુર્યપ્રકાશ લેવો ખૂબ જ સારો છે. તડકાથી કોર્ટિસોલનું સ્તર ઓછું થાય છે અને માનસિક શાંતિ અનુભવાય છે. ઘણી વખત હતાશા, નિરાશ અને મુડ સ્વીંગનો ભોગ બનનાર લોકોને સુર્યપ્રકાશથી માનસિક શાંતિ મળે છે.
3. રકત પરિભ્રમણ સારું થાય છે
સુર્યપ્રકાશ લેવાથી શરીરમાં રકત પરિભ્રમણ સારું થાય છે જેના કારણે શરીરના ભાગો વધુ સારી રીતે કાર્ય કરે છે. ઘા ઝડપથી રૂઝાય છે ઉર્જા પણ જળવાઈ છે. ચયાપચય સુધરે છે. વજન નિયંત્રણમાં રહે છે. હૃદય સ્વાસ્થય રહે છે.
4. શ્વસનતંત્રના ફાયદા
શિયાળામાં શ્વાસોશ્વાસની તકલીફો વધી જાય છે ત્યારે તડકો ફેફસાની સ્વસ્થ રાખે છે અસ્થામાં કે અન્ય કોઇ શ્વસન સમસ્યા ધરાવતા લોકોએ પણ સુર્યસ્નાન કરવું જોઇએ.
5. સ્નાયુમાં ખેચાણ કે દુ:ખાવાથી રાહત
ઘણી વખત સ્નાયુમાં ખેંચાણ કે દુખાવો અનુભવાય છે ત્યારે તડકો ફાયદાકારક બને છે. દરરોજ તેની દવા લેવા કરતા થોડી સ્ટ્રેચિંગ એકસરસાઈઝ અને તડકામાં બેસી ફાયદા મેળવી શકાય છે.
સવારના 8 થી 11 વાગ્યા સુધીનો સુર્યપ્રકાશ લઇ શકાય છે. જે વિટામિન ડી ઉપરાંત ઘણા ફાયદા આપે છે ત્યારે સવારનો ગુલાબી તડકો 20 થી 30 મિનિટ સુધી લેવા માટે નિષ્ણાંતો જણાવે છે તેમજ સાંજના હળવો તડકો જેમ કે ચાર વાગ્યા પછીનો તડકો લઇ શકાય છે. આમ તો એમ પણ કહેવાય છે કે સુર્યોદય પછીનો અડધો કલાક અને સુર્યાસ્ત પહેલાનો અડધો કલાક દરેકને ફાયદો આપે છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


