Friday, December 5, 2025
Homeસમાચારઆંતરરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીય વાઘ દિવસે જાણો વિશ્વમાં કેટલાં વાઘ બાકી...?

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસે જાણો વિશ્વમાં કેટલાં વાઘ બાકી…?

આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે ત્યારે વિશ્વમાં કેટલાં વાઘ બાકી છે વિશ્વભરમાં વાઘ સંરક્ષણ વિશે જાગૃત્તિ કેટલી..? ભારતમાં સૌથી વધુ વાઘ ધરાવતા સ્થળો કયા છે...? ચાલો જાણીએ.

આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ આપણને યાદ અપાવી છે કે, વાઘ આપણા ઈકો સિસ્ટમનો મહત્વપૂર્ણ ભાગ છે. વિશ્વમાં 3890 થી 4000 વાઘ બાકી છે ભારતમાં 3682 વાઘ છે જે વિશ્વની વસ્તીના 75% છે. જીમ કાર્બેટ, બાંઘવગઢ અને બાંદીપુર જેવા અનામત તેમના સૌથી મોટા અક્ષયસ્થાનો છે પરંતુ, શિકાર અને વનનાબુદી જેવા જોખમો હજુ પણ યથાવત છે દર વર્ષે 29 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે જેનો હેતુ વિશ્વભરમાં વાઘ સંરક્ષણ વિશે જાગૃત્તિ ફેલાવવાનો છે. આ સુંદર પ્રાણીઓને બચાવવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે.

- Advertisement -

આ દિવસ ઉજવવાનો નિર્ણય 2010 માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલી ટાઈગર સમિટમાં લેવામાં આવ્યો હતો. જ્યારે વાઘની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. લગભગ 100 વર્ષ પહેલાં સુધી વાઘની સંખ્યા લાખોમાં હતી પરંતુ, શિકારી, વનનાબુદી અને ગેરકાયદેસર વેપારને કારણે આ સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો. જ્યારે આજે સમગ્ર વિશ્વમાં વાઘને લુપ્તપ્રાય ગણવામાં આવે છે.

- Advertisement -

2022 ની ગ્લોબલ ટાઈગર સેન્સસ મુજબ સમગ્ર વિશ્વમાં લગભગ 3890 થી 4000 વાઘ બાકી છે. આ સંખ્યા અંદાજો આધારિત છે. જે મુખ્યત્વે એશિયામાં જોવા મળે છે. ભારતમાં 2022 ની વસ્તી ગણતરી મુજબ 3682 વાઘ છે જે વિશ્વની વસ્તીના લગભગ 75% છે. જ્યારે રશિયાના સાઈબેરીયન વાઘ પુર્વીય જંગલોમાં 500-600 જોવા મળે છે. ઈન્ડોનેશિયામાં લગભગ 400, નેપાળમાં ચિતવન અને બરડિયા રાષ્ટ્રીય ઉધાનમાં લગભગ 350-400, મલેશિયામાં લગભગ 150 મલયન વાઘ, બાંગ્લાદેશમાં સુંદરવનના મેન્ગ્રોવમાં 100-120 વાઘ જ્યારે થાઇલેન્ડના ઈન્ડોચાઇનીઝ વાઘની સંખ્યા લગભગ 150 છે.

ભારત વાઘ સંરક્ષણમાં મોખરે છે. અહીં 53 વાઘ અભયારણ્ય છે. જેમાં જીમકાર્બેટ ટાઈટર રિઝર્વ (ઉત્તરાખંડ), બાંદીપુર ટાઈગર રિઝર્વ કર્ણાટક, નાગરહોલ ટાઈગર રિઝર્વ કર્ણાટક, બાંધવગઢ ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ, કાન્હા ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશ, કાંઝીરંગા આસામ, સુંદરવન પશ્ચિમ બંગાળ, તાડોબા મહારાષ્ટ્ર જેવા સ્થાનો પર વાઘ જોવા મળે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular