જામનગર શહેરના રણજિતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નજીક ગઇકાલે મોડીસાંજે રોડ પરથી પસાર થતાં વૃદ્ધાને બાઇક પર આવેલા ચાલકે ઠોકર મારી પછાડી દઇ વૃદ્ધાએ પહેરેલા ચેઇનની ચીલઝડપનો પ્રયાસ કરતાં બૂમાબૂમ થવાથી શખ્સ નાશી ગયો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રણજિતનગર હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતાં લક્ષ્મીબેન નામના વૃદ્ધા શુક્રવારે મોડીસાંજના સમયે તેના ઘર નજીકના રોડ પર ઉભા હતા ત્યારે અજાણ્યા બાઇકચાલકે આવીને વૃદ્ધાને ઠોકર મારી પછાડી દીધા હતા. ત્યારબાદ વૃદ્ધાના ગળામાં પહેરેલા સોનાના ચેઇનની ચીલઝડપ કરવાનો પ્રયાસ કરતાં ચેઇન તૂટીને ત્રણ ટૂકડા થઇ ગયા હતા. તે દરમિયાન વૃદ્ધાએ બૂમાબૂમ કરતાં શખ્સ ચેઇન મૂકીને પલાયન થઇ ગયો હતો. ત્યારબાદ લોકો એકઠાં થઇ જતાં આ અંગેની જાણના આધારે પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.


