Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરની શિશુવિહાર હિન્દી પ્રાથમિક શાળા શિક્ષકોના અભાવે બંધ થવાના આરે

જામનગરની શિશુવિહાર હિન્દી પ્રાથમિક શાળા શિક્ષકોના અભાવે બંધ થવાના આરે

શિક્ષકોની ઘટ અંગે આવેદનપત્ર પાઠવાયું

શિશુવિહાર હિન્દી પ્રાથમિક શાળામાં શિક્ષકો/જ્ઞાનસહાયકની ઘટ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે સંયુકત શિક્ષણ નિયામકને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

- Advertisement -

હિન્દી સમાજ શિશુવિહાર હિન્દી પ્રાથમિક માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક શાળા દ્વારા જણાવાયું છે કે હિન્દી સમાજ, જામનગર દ્વારા સંચાલિત અને સરકાર માન્ય ગ્રાન્ટેડ શાળા શિશુવિહાર હિન્દી પ્રાથમિક શાળા ધોરણ 1થી 7 ઇ.સ.1966થી (હાલમાં ધોરણ બાલવાટીકા થી ધોરણ 8) જામનગરની એકમાત્ર ગ્રાન્ટેડ હિન્દી માઘ્યમની શાળા રૂપે કાર્યરત છે.

વખતો-વખતના વય નિવૃતિને લીધે જુના શિક્ષકો વય નિવૃતિ થતા, શાળામાં ધોરણ બાલવાટીકાથી ધોરણ 8 સુધી વર્ષ 2025-26માં કુલ 431 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે મહેકમ મુજબ કુલ 9 શિક્ષકોની સામે હાલમાં માત્ર 1 શિક્ષક કાર્યરત છે અને બાકીના 8 શિક્ષકોની થી જગ્યા વર્ષ 2015થી ખાલી છે. સરકારને વખતો વખત રજુઆત કરી હોવા છતાં પણ શિક્ષકો/જ્ઞાનસહાયકો આજસુધી મળેલ નથી. હાલ લઘુમતિ શાળાઓ દ્વારા સુપ્રિમ કોર્ટમાં તેમના હકક માટે અરજી કરી છે ત્યારે શાળામાં શિક્ષકો ન હોય ત્યારે મિશન ઓફ સ્કૂલ એકસીલસ પ્રોજેકટ અંતર્ગત 11 માસના કરાર આધારીત જ્ઞાનસહાયકો મળવાપાત્ર રહે છે જે શાળાને આજ દિવસ સુધીમાં મળેલ નથી. જુન 2026 સુધીમાં નિયમીત શિક્ષકો કે કરાર આધારીત જ્ઞાનસહાયકો ફાળવવામાં નહીં આવે તો તમામ વિદ્યાર્થીઓને એલ.સી. સોંપી શાળા બંધ કરવાની ફરજ પડશે તેમ આવેદનપત્રમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular