Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતની તાકાતમાં વધુ વધારો : પૃથ્વી-11 અને અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરિક્ષણ

ભારતની તાકાતમાં વધુ વધારો : પૃથ્વી-11 અને અગ્નિ-1 બેલેસ્ટિક મિસાઈલોનું સફળ પરિક્ષણ

ભારતે ગુરૂવારે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી બે ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલો પૃથ્વી- 11 અને અગ્નિ-1 નું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યુ. બન્ને મિસાઈલોના પરિક્ષણો સ્ટ્રેટેજિક ફોર્મિસ કમાન્ડની દેખરેખ હેઠળ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

પોતાની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબુત બનાવતા ભારતે ગુરૂવારે ઓડિશાના ચાંદીપુર ખાતે ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી બે ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલો પૃથ્વી-11 અને અગ્નિ-1 નું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું. આ પરીક્ષણોએ તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિમાણોને સફળતાપૂર્વક માન્ય કર્યાં. આ પરિક્ષણો સ્ટ્રેટેજિક ફોર્સિ કમાન્ડની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યા હતાં.

બે બેલિસ્ટિક મિસાઇલોના સફળ પરિક્ષણ વિશે માહિતી આપતા સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આજે જ ઓડિશાના ચાંદીપુર ખાતેના ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલો પૃથ્વી-11 અને અગ્નિ-1 નું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. પૃથ્વી-11 એ સ્વદેશી રીતે વિકસિત સપાટીથી સપાટી પર પ્રહાર કરતી ટૂંકી અંતરની બેલિસ્ટિક મિસાઈલ છે. જે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા ઇન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવી છે.

- Advertisement -

આ મિસાઇલની રેન્જ 250-350 કિલોમીટર અને તે 500-1000 કિલોગ્રામ પેલોડ વહન કરી શકે છે. તે પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે અને તે એક અદ્યતન ઈનર્શિયલ નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે જે તેને ઉચ્ચ ચોકસાઈ સાથે લક્ષ્યોને ફટકારવા સક્ષમ બનાવે છે. પૃથ્વી-11 ને 2003માં ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડમાં સામેલ કરવામાં આવ્યું હતું તેજ સમયે પૃથ્વી-11 મિસાઈલમાં ઉચ્ચ વિસ્ફોટક, ઘુંસપેઠ, કલસ્ટર મ્યુનિશન, ફ્રેગમેન્શન, થર્મોબેરિક, રાસાયણિક શસ્ત્ર અને વ્યૂહાત્મક પરમાણુ શસ્ત્રો ફીટ કરી શકાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular