આજના આધુનિક યુગમાં ફાસ્ટફુડનું કલ્ચર વધ્યું છે. જે લાંબે ગાળે વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરે છે. ત્યારે દરેક વ્યક્તિએ પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટે નિયમિત કસરત કરી આહાર પર ધ્યાન આપવું પણ જરૂરી છે. જ્યારે દરેક મોસમમાં જુદા જુદા ફળો અને શાકભાજી ઋતુના સ્વભાવ પ્રમાણે જોવા મળે છે. ત્યારે આવા મોસમી ફળો અને શાકભાજી ખાવા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારે આ તમામની અસર આપણી ત્વચા પર પણ એટલી જ પડતી જોવા મળે છે.
તાજેતરમાં એવા ઘણાં કિસ્સાઓ સામે આવ્યા છે કે જ્યાં લોકો એન્ટી એજીંગની દવાઓ કે ઈન્જેકશન લેતા જોવા મળે છે ત્યારે લગભગ દરેકને લાંબા સમય સુધી યુવાન રહેવું ગમે છે ત્યારે જેમ ઉમર વધે છે ત્યારે તેની અસર સૌપ્રથમ વાળ તેમજ સ્કીન પર જોવા મળે છે. સ્કીન પર કરચલી પડવાથી જાણી શકાય છે કે, હવે ઉમરનો એક પડાવ પૂર્ણ થઈ ગયો છે ત્યારે લાંબા સમય સુધી સ્કીનને ટાઈટ અને ચમકદાર રાખવા માટે કેટલાંક ફળો ખાવા જરૂરી છે તો ચાલો આ ફળો કયા છે તે જાણીએ અને ચહેરાને ચમકદાર બનાવીએ…
ફળો ખાવા ત્વચા માટે ફાયદાકારક છે જો તમે સંતુલિત આહાર સાથે તેનું સેવન કરો છો તો તે તમારી ત્વચાને ચમકદાર અને ચુસ્ત રાખવામાં મદદ કરી શકે છે. ફળોમાં વિટામિન, ખનિજો, એન્ટીઓકિસડેન્ટો અને પાણી હોય છે. જે ત્વચા માટે ખૂબજ સારા છે. તે તમારી ત્વચાને હાઈડે્રટ રાખે છે.
ઓરેન્જ :
ઓરેન્જ સ્વાદમાં પણ સ્વાદિષ્ટ હોય છે સાથે સાથે સ્કીન માટે પણ ખૂબ જ સારા છે તેમાં ભરપુર માત્રામાં વિટામિન સી હોય છે. જે કોલેજનનું ઉત્પાદન વધારે છે જે તમારી ત્વચાને કડક રાખવામાં મદદ કરે છે.
પપૈયા ત્વચાને યુવાન રાખી શકે છે :
પપૈયા ત્વચા માટે વરદાન છે. તેમાં રહેલું પપેન નામનું એન્ઝાઈમ હોય છે. જે ત્વચાને પોષણ આપે છે પપેન ત્વચાની સંભાળ રાખે છે તે તેને એકસફોલિએટ કરે છે તેને ચમકદાર બનાવે છે તે મૃત ત્વચાને એક સાથે રાખતા પ્રોટીનને તોડી નાખે છે અને દૂર કરે છે. જેથી ત્વચા સુંવાળી અને ચમકદાર બને છે.
એવોકાડો :
એવોકાડોને સુપરફુડ કહેવાય છે. તેનું સેવન ત્વચાને પોષણ અને ભેજ પ્રદાન કરે છે. કરચલી અને ફાઈનલાઇન્સને ઘટાડે છે તેમજ સૂર્યપ્રકાશથી થતા નુકસાન સામે ત્વચાને રક્ષણ આપે છે.
કીવી :
વિટામિન સી અને એન્ટી ઓક્સિડેન્ટનો સારો સ્ત્રોત છે જે ત્વચાને હાઇડે્રટ રાખે છે અને ઉમરને વધતી રોકે છે.
બેરી :
બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાશબેરી આ ફળો એન્ટી ઓક્સિડેન્ટથી ભરપુર છે જે ત્વચાને રેડિકલ્સ ફી રાખે છે અને ચમકદાર બનાવે છે.
નાળિયલ :
નાળિયલ એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ધરાવે છે. જે ખીલની સમસ્યા માટે ઉત્તમ છે અને સ્કીનને ટાઈટ રાખવામાં મદદ કરે છે.
આમ, ત્વચાની સારસંભાળ દ્વારા તમે તમારી વધતી ઉંમરમાં પણ યુવાન દેખાઈ શકો છો. કરચલીઓ ઓછી દેખાય છે તેમજ ત્વચા યુવાન અને ચમકદાર લાગે છે તો દરરોજ સંતુલિત આહારની સાથે અમુક ફળોનું સેવન કરવું જરૂરી છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


