ધ્રોલ તાલુકાના રોજિયા ગામની સીમમાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાતા સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન 12 શખ્સને રૂા. 2,02,850ની રોકડ રકમ અને 8 મોબાઇલ ફોન તથા કાર સહિત કુલ રૂા. 9,45,850ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના રોજિયા ગામની સીમમાં આવેલી ખેતરની ઓરડીમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની અજયભાઇ વીરડા, ભયપાલસિંહ જાડેજા, સુમિતભાઇ શિયાળને મળેલી બાતમીના આધારે રોજિયા ગામની સીમમાં સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર અને સંજયસિંહ જશુભા વાઢેરની ભોગવટાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી. રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ સુખદેવસિંહ મહેન્દ્રસિંહ વાઢેર, ભરત વજશી ડાંગર, અનવરમિયા આમદમિયા ખફી, જાવેદ અલીમામદ બલોચ, મુસ્તફા કાસમ ખીરા, મહેશ નરશી થાપા, આસિફ યુનુસ ખફી, અઝીઝખાન આમદખાન સરવાણી સહિતના આઠ શખ્સોને રૂા. 2,02,850ની રોકડ રકમ અને રૂા. 40 હજારની કિંમતના આઠ નંગ મોબાઇલ, રૂા. સાત લાખની કિંમતની કાર સહિત કુલ રૂપિયા 9,42,850નો મુદામાલ કબ્જે કરી નાશી ગયેલા હિતેન્દ્રસિંહ ઉર્ફે મિથુન અભેસંગ ઝાલા, સંજયસિંહ જશુભા જાડેજા, સિઘ્ધરાજસિંહ જટુભા જાડેજા અને દિનેશ સહિતના નાશી ગયેલા ચાર શખ્સો સહિતના 12 શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી ધ્રોલ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતા.


