Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતહવે વનતારા ચિકિત્સાલયના પ્રાણીઓને પણ મળશે આયુર્વેદ ઉપચાર સુવિધા - VIDEO

હવે વનતારા ચિકિત્સાલયના પ્રાણીઓને પણ મળશે આયુર્વેદ ઉપચાર સુવિધા – VIDEO

આયુષ મંત્રાલય અને વનતારા વચ્ચે એમઓયુ સાઇન કરાયા

- Advertisement -

જામનગર ઇટ્રા ખાતે પદવીદાન સમારોહમાં કેન્દ્રિય આયુષમંત્રી પ્રતાપરાવ જાધવની વિશેષ ઉપસ્થિતિ હોય જામનગર આગમન બાદ તેમણે વનતારાની મુલાકાત લીધી હતી. વનતારાની મુલાકાત બાદ આજે જાહેર કરતાં આયુષમંત્રીએ જણાવ્યું હતું કે, જામનગરમાં આયુષ મંત્રાલય અને વનતારા ચિકિત્સાલય વચ્ચે એમઓયુ સાઇન થયા છે. હવે વનતારાના પ્રાણીઓને પણ આયુર્વેદિક ઉપચારની સુવિધા ઉપલબ્ધ થશે. ઉલ્લેખનિય છે કે, આ એક ઐતિહાસિક પગલું છે. જે પ્રાચિન વૈદિક વિજ્ઞાનને વૈશ્ર્વિક સ્વિકાર આપવાનો માર્ગ ખોલે છે. ત્યારે તેમણે એ પણ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પ્રધાનમંત્રી મોદી આ મંત્રાલય દ્વારા આયુર્વેદનો વ્યાપ વધારવા કાર્યશીલ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular