તાજેતરમાં સુરત ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025માં 7 સ્પોર્ટ્સ અમરિશ શિંદે બેડમિન્ટન એકેડેમીના ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને 5 મેડલ જીત્યા હતા અને ચરોતર પ્રદેશનું ગૌરવ વધાર્યું હતું.
7 સ્પોર્ટ્સ અમરિશ શિંદે એકેડેમી, જે દાયકાથી વધુ સમયથી યુવા બેડમિન્ટન ખેલાડીઓની તૈયારીઓમાં સંકળાયેલી છે, એ આજે ગુજરાતમાં બેડમિન્ટન ક્ષેત્રે એક મજબૂત ઓળખ બની છે. આ સફળતાના પછાળે પ્લેયર્સ, કોચીસ, પેરેન્ટ્સ અને મેનેજમેન્ટની અથાગ મહેનત અને લગન છે.
વિજયી ખેલાડીઓમાં અદિતા રાવ – મહિલા સિંગલ્સ – ગોલ્ડ મેડલ, પુરુષોતમ અવાટે અને ભાવિન જાદવ – પુરુષ ડબલ્સ – સિલ્વર મેડલ, અનેરી કોટક – મહિલા સિંગલ્સ – બ્રોન્ઝ મેડલ, અનેરી કોટક – મિક્સ ડબલ્સ – બ્રોન્ઝ મેડલ, સ્વપ્નિલ સરેલીયા – પુરુષ સિંગલ્સ – બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
આ સિદ્ધિઓ માટે એકેડેમીના મુખ્ય કોચ અમરિશ શિંદેનું માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થયું છે. તેમની આગેવાની હેઠળ ખેલાડીઓની ટેક્નીક, ફિટનેસ અને મોરલ તૈયારીઓ ઉંચા સ્તરે પહોંચી છે.
આ તાજેતરની જીતને લઈને સમગ્ર આણંદ જિલ્લામાં તેમજ ગુજરાતના બેડમિન્ટન વર્તુળમાં ખુશીનો માહોલ છે અને એકેડેમી દ્વારા નવા ખેલાડીઓ માટે પ્રેરણાદાયક વાતાવરણ ઉભું થયું છે.


