ટ્રમ્પની ટેરીફ અંગેની 9 જુલાઈની ડેડલાઈન પહેલાં ભારત-અમેરિકા વચ્ચે મીની ટ્રેડ ડીલ ફાઇનલ થઈ જતા તેની અસર આવતીકાલ બુધવારના ભારતીય બજાર પર જોવા મળશે ત્યારે ભારતીય બજાર બુધવારે કઈ તરફે ગતિ કરે છે ? તેના પર સૌની નજર મંડરાયેલી રહેશે.
મંગળવારના ટ્રેડીંગ સેશનમાં દિવસભર બોરીંગ કામકાજ બાદ અંતિમ કલાકમાં આવેલા ઉછાળાને કારણે નિફટી 25,500 અને બેન્ક નિફટી 57,000 ના રજીસ્ટન્સ ઉપર બંધ આપવામાં સફળ રહ્યા છે. તેને કારણે બુલ્સે રાહતનો શ્વાસ લીધો હતો. આવતીકાલના બજારની દિશા ભારતની અમેરિકા સાથેની મીની ટ્રેડ ડીલની જાહેરાત બાદ તેમાં કયા – કયા પ્રકારના કલોઝ રાખવામાં આવ્યા છે તેમજ કઇ કઇ વસ્તુઓનો અને ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? તેના પર નિર્ભર રહેશે. ટ્રેડ ડીલ જો ભારતના પક્ષમાં જણાશે તો બજારમાં બ્રેક આઉટની સંભાવનાઓ વધી જશે. છેલ્લાં કેટલાંક દિવસથી ખૂબ જ ટૂંકી રેન્જમાં ટ્રેડ થઇ રહેલું બજાર મોટી દોટ લગાવી શકે છે બીજી તરફ ટ્રેડ ડીલના કેટલાંક જોખમો પણ રહેલા છે. અમેરિકાના દબાવમાં ટ્રેડ ડીલ કરવામાં આવી હોવાનું જણાશે તો નિફટી અને બેન્ક નિફટી તેના સપોર્ટના સ્તર પણ તોડી શકે છે જેને કારણે ભારે વેચવાલી આવી શકે છે. આવતીકાલે રોકાણકારો અને ટ્રેડરોને ખૂબ જ સાવચેતીપૂર્વક કોઇપણ પોઝિસન લેવા માટે તજજ્ઞો દ્વારા સલાહ આપવામાં આવી છે. એગ્રેસીવ ટ્રેડીંગથી દૂર રહેવા પણ જણાવાયું છે. આવતીકાલે ગેપ અપ કે ગેપ ડાઉનની સ્થિતિમાં પ્રથમ 30 મિનિટ સુધી બજારની ચાલને વોચ કરી જે દિશામાં બજાર આગળ વધે તે દિશામાં ટ્રેડ લેવો હિતાવહ રહેશે.
(ડિસક્લેમર: ‘ખબર ગુજરાત’ માત્ર માહિતીના હેતુઓ માટે જ શેરબજારના સમાચાર પ્રદાન કરે છે અને તેને રોકાણની સલાહ તરીકે ન ગણી શકાય. વાચકોને કોઈપણ રોકાણના નિર્ણયો લેતા પહેલા યોગ્ય નાણાકીય સલાહકારની સલાહ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.)


