દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેટલાક શખ્સો જાહેર માર્ગ પર બેફામ બાઇક ચલાવીને જનક રીતે સ્ટંટ કરી રહ્યા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. આને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક વિભાગના પી.એસ.આઈ. વી.એમ. સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા???? વીડિયોની કરાઈ કરીને કરવામાં આવેલી કાર્યવાહીમાં ઉપરોક્ત વિડિયો મીઠાપુર – આરંભડા વિસ્તારનો હોવાનું ખુલવા પામ્યું હતું.
જેથી ટ્રાફિક પોલીસે મીઠાપુર પોલીસની મદદ લઈને મીઠાપુર તેમજ આરંભડા વિસ્તારમાં રહેતા ચાર શખ્સોને ઝડપી લઇ, કાયદાનું પાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે પણ રેસિંગ કરતા બાઈકર્સ શખ્સો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આગામી દિવસોમાં પણ રેસિંગ તેમજ ટ્રાફિક નિયમનો ભંગ કરતા શખ્સો સામે કડક ઝુંબેશ જારી રાખવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.


