ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભંડારીયા ગામ નજીક ટી.વી.એસ. રાઇડર મોટરસાયકલ નંબર જી.જે. 37 પી. 0961 ઉપર બેસીને જઈ રહેલા મેવાસા ગામના રાહુલભાઈ નાથાભાઈ ભાટીયા નામના 27 વર્ષના યુવાનના મોટરસાયકલ આડે કૂતરું ઉતરતા આ કૂતરાને બચાવવા જતા મોટરસાયકલ સ્લીપ થઈ ગયું હતું.
આ અકસ્માતમાં રાહુલભાઈ ભાટિયાને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા નાથાભાઈ કરસનભાઈ ભાટીયાએ અહીંની પોલીસને કરી છે.


