જામનગર થી દ્વારકા સુધીની છેલ્લા 10 દિવસની પદયાત્રા પૂર્ણ કરી રિલાયન્સ ગ્રુપના અગ્રણી અનંત અંબાણીએ સહ પરિવાર દ્વારા આજે ભગવાન દ્વારકાધીશજી ના આશીર્વાદ પ્રાપ્ત કરી પદયાત્રા પૂર્ણ કરી.શારદામઠમાં બ્રહ્મચારી નારાયણાનંદજી ની વિશેષ ઉપસ્થિતિમાં ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ આચાર્ય વત્સલભાઈ પુરોહિત દ્વારા વિધિવિધાનથી નૂતન ધજાજીનું પૂજન કરાવવામાં આવ્યું.તીર્થગોર કપિલભાઈ પાઢ સહ પરિવાર તેમજ કપિલભાઈ વાયડા સહપરિવાર દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા.


