Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરરામનવમી અંતર્ગત લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજનની તૈયારી

રામનવમી અંતર્ગત લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજનની તૈયારી

આવતીકાલે સવંત 2081 ચૈત્ર સુદ-9 તા.6-4-2025ના રોજ ભગવાનશ્રી રામચંદ્રજી પ્રાગટય મહોત્સવ છે તે પ્રસંગને ધામધુમથી ઉજવવા તથા તે પ્રસંગે રામનવમીના પારણા અંતર્ગત લોહાણા જ્ઞાતિની નાત (સમુહ ભોજન)નું આયોજન તા. 7ના રોજ કરવામાં આવ્યું છે. આ સમૂહભોજનને લઇ લોહાણા સમાજ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. જામનગર શહેરમાં ડીસીસી સ્કૂલ ગ્રાઉન્ડ સાત રસ્તા પાસે આયોજિત આ સમૂહભોજન કાર્યક્રમને લઇ આજે સવારે સમૂહભોજન સમિતિના હોદ્ેદારો, અગ્રણીઓ દ્વારા સ્થળની મુલાકાત લઇ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સમૂહભોજનને લઇ તડામાર તેયારી ચાલી રહી છે. શ્રીરામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના નવનિયુકત સભ્યો આ કાર્યક્રમનું તડામાર તૈયારીમાં લાગ્યા છે.

- Advertisement -

જામનગર શહેરમાં શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ ધીરજલાલ નથવાણી પરિવારના સહયોગથી તા. 07-04-2025 સોમવારના રોજ સાંજે 7-00 થી 9-30 સમયે લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજન (પારણા નાત)ના આયોજન અંગે સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નીલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, મનીષ તન્નાના માર્ગદર્શન હેઠળ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના નવનિયુકત સદસ્યો માધવ સુખપરીયા, અપૂર્વ કારીયા, જય રાચાણી, પાર્થ નથવાણી, આયુષ પોપટ, કબીર વિઠલાણી, કર્તવ્ય સૂચક, સુજલ ખાખરીયા, આદિત્ય મજીઠીયા, શ્યામ કુંડલીયા, દેવ જોબનપુત્રા, સત્યમ તન્ના, અંકિત મહેતા દ્વારા સમગ્ર નાતનું આયોજન અંગે પૂરજોશમાં તૈયારીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular