Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરદરેડના કારખાનામાં થયેલ ચોરીના કેસમાં ત્રણ શખ્સોને દબોચી લેતી એલસીબી

દરેડના કારખાનામાં થયેલ ચોરીના કેસમાં ત્રણ શખ્સોને દબોચી લેતી એલસીબી

509 કિલો બ્રાસનો તૈયાર માલ તથા છોલ, રોકડ રકમ, મોટરસાઈકલ સહિત કુલ રૂા.3,24,575 નો મુદ્દામાલ કબ્જે

જામનગર દરેડ જીઆઈડીસી ફેસ-2 માં હિન્દુસ્તાન બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ કારખાનામાં થયેલ બ્રાસની ચોરીમાં કેસમાં એલસીબી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઇ બ્રાસનો તૈયાર માલ, રોકડ રકમ, મોટરસાઈકલ સહિત કુલ રૂા.3,24,575 ની કિંમતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-2 માં આવેલ હિન્દુસ્તાન બ્રાસ ઈન્ડસ્ટ્રીઝના કારખાના અને ઓફિસમાં શટ્ટરના તાળા તોડી 600 કિલો પીતળ (બ્રાસ) નો સામાન, રોકડ રકમ સહિત કુલ રૂા.3,55,500 ની કિંમતનો સામાન ચોરી થયા અંગેની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સંડોવાયેલ ત્રણ શખ્સો દરેડ જુના આશાપુરા મંદિર પાસે નિલગીરી વિસ્તાર નજીક અવાવરું જગ્યામાં રાખેલ બ્રાસનો માલ સગેવગે કરવા એકઠા થયા હોવાની એલસીબીના દિલીપભા તલાવડિયા, અરજણભાઈ કોડીયાતર, હિતેન્દ્રસિંહ જાડેજા તથા ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને એલસીબીના પીઆઈ વી.એન. લગારીયાના માર્ગદર્શન મુજબ એલસીબીના પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના સી.એન. કાંટેલિયા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતનાએ રેઈડ દરમિયાન કેવીન વિજય સંઘાણી, જીવણ હીરા ઘાવતર, પુના સેજા ઘાવતર નામના ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.

ઝડપાયેલ આરોપીઓ પાસેથી એલસીબ પોલીસે રૂા.2,70,575 ની કિંમતનો 509 કિલો બ્રાસનો તૈયાર માલ તથા બ્રાસનો છોલ, રૂા.22,000 ની રોકડ રકમ અને રૂા.30,000 ની કિંમતનું મોટરસાઈકલ, તથા રૂા.2000 ની કિંમતનું ગ્રાઈન્ડર મશીન સહિત કુલ રૂા.3,24,575 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular