જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પરથી એસઓજીની ટીમે ગેરકાયદેસર ચાલતા ગેસ રીફીલીંગ કૌભાંડ સ્થળે રેઈડ દરમિયાન એક શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ અગાઉ પણ આ જ રોડ પરથી થોડા દિવસો પહેલાં ગેસ રીફીલીંગનું કૌભાંડ ડપાયું હતું.
દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર જાહેરમાં ગેરકાયદેસર ગેસના બાટલાનું રીફીલીંગ કૌભાંડ ચાલતુ હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજી પીઆઇ તથા ટીમ દ્વારા મસીતિયા રોડ પર શાંતિનગરમાં જાહેરમાં ગેસના બાટલાનું રીફીલીંગ કરતા સ્થળેથી રેઈડ દરમિયાન પોલીસે ભગીરથ જગદીશ ડાંગર (રહે. જામનગર) નામના શખ્સને ઝડપી લઈ તેમની પાસેથી ગેસનો ભરેલો મોટો બાટલો 1 અને 2 ખાલી બાટલા તથા 3 નાના બાટલા અને પ્લાસ્ટિકની પાઈપ, રેગ્યુલેટર તેમજ લોખંડની નોઝલ અને વજનકાંટો મળી કુલ રૂા.7500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અગાઉ પણ આ જ વિસ્તારમાંથી ગેરકાયદેસર ગેસબાટલા રીફીલીંગ કૌભાંડ ઝડપી લીધું હતું.


