તાજેતરમાં ઇન્ડો-નેપાળ ઓપન કરાટે ચેમ્પિયનશીપ યોજાઇ હતી. જેમાં જામનગરના ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવી જામનગર તેમજ સરવૈયા પરિવારનું ગૌરવ વધાર્યું છે. તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવાઇ હતી.
જાન્યુઆરી-2025માં ઇન્ટરનેશનલ લેવલની ઇન્ડો-નેપાળ ઓપન કરાટે ચેમ્પિયનશીપ યોજાઇ હતી. જેમાં જામનગરના પાર્થ ભાવેશભાઇ સરવૈયાએ ડુમિટેમાં ગોલ્ડમેડલ તેમજ કાટામાં બ્રોન્ઝ મેડલ મેળવી ઇન્ટરનેશનલ લેવલે વિજેતા થઇ જામનગરનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત જાન્યુઆરી-2025માં જ યોજાયેલ નેશનલ લેવલની 14મી નેશનલ શોટોકોન કરાટે ચેમ્પિયનશીપમાં પણ ડુમિટેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેમજ તેઓ ડિસેમ્બર-2024માં યોજાયેલ ISKU ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશીપમાં પણ ડુમિટે અને કાટામાં ગોલ્ડમેડલ મેળવી ચૂકયા છે. બે માસમાં તેમણે નેશનલ તથા ઇન્ટરનેશનલ લેવલ સહિતની સ્પર્ધાઓમાં ત્રણ ગોલ્ડ મેડલ તેમજ બે બ્રોન્ઝ મેડલ મેળવી જામનગરનું નામ રોશન કર્યુ છે.


