Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકા પંથકમાં સંરક્ષિત કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે શખ્સ ઝડપાયો

દ્વારકા પંથકમાં સંરક્ષિત કુંજ-કરકરા પક્ષીઓના મૃતદેહો સાથે શખ્સ ઝડપાયો

રેંજ ફોરેસ્ટ ઓફિસર દ્વારા કાર્યવાહી : પક્ષીના સાત મૃતદેહ સાથે ઝડપાયેલો આરોપી જેલ હવાલે કરાયો

ખંભાળિયા તાલુકાના વાડીનાર વિસ્તારમાંથી તાજેતરમાં વન્ય જીવ સંરક્ષિત પક્ષી એવા કુંજ કરકરા પક્ષીઓના મૃતદેહ સાથે ઝડપાયેલા શખ્સને જેલ હવાલે કર્યા બાદ અહીંના રેન્જ ફોરેસ્ટ વિભાગ મરીન નેશનલ પાર્ક દ્વારા કરવામાં આવેલી વધુ એક કાર્યવાહમાં ચોક્કસ બાતમી પરથી દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાંથી ફોરેસ્ટ વિભાગે એક શખ્સને સંરક્ષિત જીવ એવા કુંજ કરકરા પક્ષીના સાત મૃતદેહ સાથે ઝડપી લઇ, કાનૂની કાર્યવાહી બાદ તેને જેલ હવાલે કર્યો છે.

- Advertisement -

આ અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જામનગરના મુખ્ય વન સરક્ષણ મરીન નેશનલ પાર્ક વિભાગના મુખ્ય અધિકારી રાધિકા પરસાણેની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કું કરકરા પક્ષીઓના થતા શિકાર સામે કાર્યવાહી કરી અને શિકારી તત્વોને ઝડપી લેવા માટે કામગીરી કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને શનિવારે દ્વારકા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા કુંજ પક્ષીઓના મૃતદેહ રાખીને વેચાણ કરવામાં આવતું હોવાથી આવા શખ્સોને ઝડપી લેવા માટે ડમી ગ્રાહક સાથે ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહીના અંતે દ્વારકા નજીના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા નદીમ જીયા રાડીયા નામના શખ્સ દ્વારા આ સ્થળે ગ્રાહક બનેલી બનીને આવેલા આસામીને એક કોથળામાં લઈને આવેલા કુંજ કરકરા પક્ષીના સાત મૃતદેહને સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ કાર્યવાહી દ્વારા દરમિયાન અન્ય એક અજાણ્યો શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી અંગે દ્વારકા મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલાની ફરિયાદ પરથી રોપી નદીમ જીયાની અટકાયત કરી, કુંજ પક્ષીઓના સાત મૃતદેહને કબ્જે લેવામાં આવ્યા હતા. આ પછી આરોપી નદીમ સામે વન્ય સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી, આ સંગઠિત અપરાધમાં દ્વારકાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ અદાલતમાં રજૂ કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીને જિલ્લા જેલ ખાતે મોકલી આપવાનો હુકમ કર્યો હતો. ફોરેસ્ટ વિભાગની આ કાર્યવાહીથી કુંજ પક્ષીના શિકારીઓમાં ફફડાટની લાગણી પ્રસરી જવા પામી છે. આ સમગ્ર કારયવાહી રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન.પી. બેલા, સાથે સ્ટાફના એસ.જી. કણજારીયા, એન.જે. ગાગીયા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular