જામનગરના વારીયા પરિવારના રાજુભાઈ, કલ્પેશભાઈ તથા સુધીરભાઈ દ્વારા દ્વારકાધીશના મંદિરે નૂતન ધ્વજારોહણ સાથે ભગવાન શ્રી દ્વારકાધીશજીના ચરણોમા સોનાની હીરા જડિત મંગલમય વાંસળી અર્પણ કરવામાં આવી હતી.
આ સેવાભાવી વારીયા પરિવાર જવેલર્સન વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેમજ તેઓ મૂળ દ્વારકાના વતની હોય, ઠાકોરજીની પ્રેરણાથી આ ધાર્મિક કાર્ય કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. ભગવાન શ્રી દ્વારકાધીશ અને સ્વ. માતા-પિતાના આશીર્વાદથી આ કાર્ય સિદ્ધ થયું હોવાનું તેમણે ઉમેરીને ઠાકોરજીના ચરણોમા આ વાંસળી અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગના દરેક મહેમાનો માટે ખાસ કંકોત્રી તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક બોક્સમાં દ્વારકાધીશ મંદિરની પ્રતિૃતિ સાથે આમંત્રણ પત્રિકા તેમજ દ્વારકાધીશ અદભુત લાયટિંગ સાથેનો ફોટો બનાવ્યો હતો.


