Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર નજીક શ્રમિક યુવાનના બાઈક સાથે બાઈક અથડાતા યુવાનનું મોત

જામનગર નજીક શ્રમિક યુવાનના બાઈક સાથે બાઈક અથડાતા યુવાનનું મોત

બે માસ અગાઉ બપોરના સમયે બાયપાસ નજીક અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ : બાઇકચાલક વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી

જામનગર-ખંભાળિયા બાયપાસ નજીકના ધોરીમાર્ગ પરથી બાઈક પર કારખાને મજૂરી કામે જતા યુવાનને સામેથી આવતા બાઈક સાથે અથડાતા શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગરમાં િલકમલ સોસાયટી પાછળ વાછરાડાડાના મંદિર પાસે રહેતા કારુભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.63) નામના મજૂરી કામ કરતા વૃધ્ધનો પુત્ર ગત તા.13 નવેમ્બરના રોજ બપોરના સમયે તેના જીજે-10-બીએ-4067 નંબરના બાઈક પર ઘરેથી દરેડ જીઆઈડીસીમાં આવેલ બાલાર્ક કારખાનામાં મજૂરી કામ માટે જતો હતો તે દરમિયાન જામનગર-ખંભાળિયા બાયપાસ પર કનસુમરા પાટીયા નજીકના રોડ પર પહોંચ્યો ત્યારે પૂરપાટ બેફીકરાઈથી આવી રહેલા જીજે-10-સીપી-1456 નંબરના બાઈચાલકે યુવાનના બાઈક સાથે અથડાતા અકસ્માતમાં યુવાનને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શ્રમિક યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા કારુભાઇ દ્વારા જાણ કરાતા હેો ડી.જી. ઝાલા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular