Thursday, January 16, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા પાલિકાના વેરા ન ભરાતા છ દુકાનો સીલ કરાઈ

ખંભાળિયા પાલિકાના વેરા ન ભરાતા છ દુકાનો સીલ કરાઈ

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાની આર્થિક હાલત અત્યંત દયનીય અને કંગાળ છે. આ પરિસ્થિતિમાં પાલિકાની ટેક્સ કલેક્શન કામગીરી પણ ખૂબ જ નબળી બની રહી છે. ત્યારે ગઈકાલે નગરપાલિકાએ આળસ ખંખેરીને છ બાકીદારોની મિલકતો સીલ કરી દીધી છે.

- Advertisement -

પાલિકા સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ નગરપાલિકાની હદમાં આવેલા માંડવી ટીંબા વિસ્તારમાં આવેલા શિવહરિ કોમ્પ્લેક્સમાં કેટલાક આસામીઓ દ્વારા નગરપાલિકાને મિલકત વેરો ભરવામાં આવ્યો ન હતું. આટલું જ નહીં, નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી નોટિસોના યોગ્ય પ્રત્યુતર પણ ન અપાતા આ અંગે નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરની સૂચના મુજબ ટેક્સ ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે શિવહરી કોમ્પલેક્ષમાં આવેલી આ છ દુકાનોમાં સીલ મારી દેવામાં આવ્યા છે.

નગરપાલિકા હવે ટેક્સ બાબતે આકરા પાણીએ થઈને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ જારી રાખશે તેવું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular