Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરસાયબર ક્રાઈમ એલર્ટ વચ્ચે પ્રૌઢ સાથે 1 કરોડ.81 લાખની છેતરપિંડી

સાયબર ક્રાઈમ એલર્ટ વચ્ચે પ્રૌઢ સાથે 1 કરોડ.81 લાખની છેતરપિંડી

શેરોમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપી છેતરપિંડી : બોગસ એપ્લીકેશનના નામે ઓનલાઈન છેતરપિંડી : સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરમાં વિશાલ હોટલ પાસે રહેતાં નિવૃત્ત પ્રૌઢને વિશ્ર્વાસમાં લઇ જુદી-જુદી બેંકોના ખાતાઓ અને વોટસએપ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી બોગસ એપ્લીકેશન દ્વારા બે શખ્સોએ શેરોમાં રોકાણ કરી ઉંચો નફો આપવાની લાલચ આપી 1 કરોડ 81 લાખની ઓનલાઈન છેતરપિંડીના બનાવમાં સાયબર ક્રાઈમે તપાસ આરંભી હતી.

- Advertisement -

દેશભરમાં છેલ્લાં ઘણાં સમયથી સાયબર ક્રાઈમના ગુનાઓ અનેકગણા વધી રહ્યા છે. જેમ જેમ ડીજીટલ ઉપયોગ વધતો જાય છે તેમ તેમ સાયબર ક્રાઈમના ગુનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ ગુનાઓ અટકાવવા સરકાર દ્વારા પગલાં લેવા અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત સતત લોકોને જાગૃત્ત કરવા માટે સતત જાહેરાતો તથા પોલીસ દ્વારા પણ પ્રચાર પ્રસાર કરી સાયબર ક્રાઈમથી સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે તેમ છતા સાયબર ક્રાઈમના ગુનાઓ વધતા જ જાય છે. આવી જ એક છેતરપિંડીની ઘટનાની વિગત મુજબ જામનગર શહેરમાં વિશાલ હોટલ પાસે સિધ્ધનાથ સોસાયટીમાં આવેલા દ્વારકેશ કોમ્પલેક્ષમાં રહેતાં ગજેન્દ્રગીરી હરનામગીરી ગોસ્વામી (ઉ.વ.55) નામના નિવૃત્ત પ્રૌઢને પૂર્વ આયોજીત કાવતરુ રચી જતિન વર્મા અને ઈઅઞજઊઠઅઢ એપ્લીકેશનના મેનેજર રાજલાલ વસાણી નામના બન્ને શખ્સોએ એકસંપ કરી વિવિધ વોટસએપ ગુ્રપ બનાવી બેંક ખાતાઓનો વોટસએપ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી ઈઅઞજઊઠઅઢ નામની ફેક એપ્લીકેશન બનાવી સેબી માન્ય અને યુએસ એકસચેન્જ તરીકે દર્શાવી અનેક રોકાણકારોને વિશ્ર્વાસમાં લીધા હતાં. તેમાં ગજેન્દ્રગીરીને પણ વિશ્ર્વાસમાં લઇ શેરોમાં રોકાણ કરાવી ઉંચો નફો આપવાની લાલચ આપી હતી.

ત્યારબાદ આ બન્ને શખ્સોએ ગત તા.30-9-2024 થી તા.23-10-2024 સુધીના સમયગાળામાં જતિન વર્માએ વિદેશના નંબર પરથી 1 કરોડ 81 લાખનું રોકાણ જુદા જુદા બેંક ખાતાઓ મારફતે કરાવ્યું હતું. ત્યારબાદ રોકાણ કર્યા પછી વળતર મેળવવા માટે અવાર-નવાર બંને શખ્સોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ, વળતર ન મળતા આખરે પ્રૌઢે રોકેલી મુડી 1 કરોડ 81 લાખ પરત માંગી હતી. પરંતુ, બંને શખ્સોએ રોકેલી મુડી પરત ન આપતા કંટાળેલા પ્રૌઢે જામનગર સાયબર ક્રાઈમમાં બે શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ એ.આઈ. ધસુ તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular