Wednesday, January 15, 2025
Homeરાજ્યજામનગરજિલ્લા પોલીસ વડાએ પરિવાર સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી

જિલ્લા પોલીસ વડાએ પરિવાર સાથે મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી

શહેરીજનોએ દિવસભર પતંગો ચગાવ્યા : રાત્રીના ફટાકડા ફોડી ઉજવણી : ઉત્તરાયણ નિમિત્તે દાન-ધર્મ પણ કરાયા

- Advertisement -

જામનગરમાં ગઇકાલે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. શહેરીજનોએ પતંગો ચગાવી દાન પૂણ્ય કરી ઉજવણી કરી હતી. ત્યારે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓએ પણ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. દિવસ દરમિયાન આકાશ રંગબેરંગી પતંગોની રંગોળીથી ખિલી ઉઠયું હતું. આ સાથે શહેરીજનોએ ઉંધિયા સહિતની ખાણી-પીણીની મજા પણ માણી હતી.

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં ગઇકાલે શહેરીજનોએ ઉત્તરાયણની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. જામનગરમાં વહેલી સવારથી જ શહેરીજનો અગાશી ઉપર પહોંચી ગયા હતાં અને રંગબેરંગી પતંગો ચગાવી મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી અને દિવસ દરમિયાન ડીજે ઉપર ગીતો તેમજ કાપ્યો છે, ઢીલ દે જેવા નાદોની ચીચીયારીઓ સંભળાઇ હતી. બીજી તરફ બાળકોએ અવનવા કાર્ટુન કેરેકટરના ફુગ્ગાઓ ઉડાવી ઉજવણી કરી હતી. રાત્રીના સૂર્યાસ્ત બાદ શહેરીજનોએ ફટાકડા પણ ફોડયા હતાં. દિવસભર રંગબેરંગી પતંગો બાદ રાત્રીના આકાશમાં ફટાકડાની આતશબાજી જોવા મળી હતી. ગઇકાલે સવારથી જ જામનગરની અગાશીઓ શહેરીજનોથી ભરાયેલી જોવા મળી હતી અને શહેરીજનોએ મનમુકીને પતંગ ચગાવ્યા હતાં. ડીજેના સથવારે યુવા હૈયાઓએ અગાશી ઉપર ડાન્સ પણ કર્યો હતો.

શહેરીજનોની સાથે-સાથે પોલીસ અધિકારીઓએ પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જામનગર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પણ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, આર.બી. દેવધા સહિતના પોલીસ અધિકારીઓ, એલસીબી, એસઓજીના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જામનગરના પોલીસ અધિકારીઓની સાથે-સાથે પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહી પતંગો ચગાવ્યા હતાં. ગઇકાલે ઉત્તરાયણ નિમિત્તે દાન-ધર્મનો પણ અનેરો મહિમા હોય, શહેરીજનોએ દાન-પૂણ્ય કરી પૂણ્યનું ભાથુ બાંધ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular