Wednesday, January 15, 2025
Homeહેલ્થ એન્ડ વેલનેસઠંડીની સીઝનમાં ખાતા-પીતા વજન ઓછુ કરવું છે ???? તો શું કરશો...??

ઠંડીની સીઝનમાં ખાતા-પીતા વજન ઓછુ કરવું છે ???? તો શું કરશો…??

- Advertisement -

ઠંડીની સીઝનમાં સામાન્ય રીત લોકો મોટાભાગે વજન વધવાની સમસ્યાનો સામનો કરે છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને ખાવા પીવામાં બેદરકારી પણ તેનું મુખ્ય કારણે છે તો આ સીઝનમાં ખાતા-પીતા વજન ઓછું કરવા શું કરવું જોઇએ….જાણીએ…

- Advertisement -

શિયાળાની ઋતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ પડકારજનક હોય છે. ખાસ કરીને આ સીઝનમાં વજન વધવું એ ખુબ સામાન્ય સમસ્યા છે. ઠંડી હવામાન આપણી વજન ઘટવાની પ્રક્રિયાને ઘણી રીતે અસર કરે છે. સૌથી મોટી વાત એ છે કે, ઠંડીમાં આપણી શારીરિક પ્રવૃત્તિ પણ ઓછી થઇ જાય છે. આપણે પાણી ઓછું પીએ છીએ અને કયારેક વધારે ખાઇએ છીએ.

1. ઘરે કસરત કરો : ઘરે યોગ કરવું એ શ્રેષ્ઠ કસરત છે. સુર્ય નમસ્કાર કરવા, એક ઝડપી વોક લેવું, દોરડુ કુદવુ, સીડી ચડવી, નૃત્ય કરવું જેવી ઈન્ડોર કસરતો શિયાળામાં કરી શકાય.

- Advertisement -

2. પોર્શન કંટ્રોલ : પોર્શન કંટ્રોલ એ વજન ઘટાડવાની શ્રેષ્ઠ રીત છે. દિવસમાં ત્રણ મેલ લઈને પછી ભુખ્યા રહેવાના બદલે થોડી માત્રામાં ખોરાક લેતો રેવો જોઇએ જેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવાશે. ભોજન છોડવાના બદલે જંકફુડ ઓછું કરવું સારું છે. તમારે પ્લેટ અને પ્રોટીન અને હેલ્દી ફુડથી ભરેલી હોય તો તે સારું રહેશે.

3. પાણીનું સેવન વધારવું : શિયાળામાં સામાન્ય રીતે ઓછું પાણી પીવાતું હોય છે પરંતુ આ ભુલ ન કરવી પાણીની ઉપણ શરીરને ડિહાઈડ્રેટ કરે છે. જે શરીરને ચયાપચનની ક્રિયાને ધીમી કરે છે. ડિહાઈડ્રેશન ચરબી બર્ન કરવાની ક્ષમતાને ઘટાડી શકે છે. શિયાળામાં હુંફાળા પાણીનું સેવન કરવું જોઇએ. તે શરીરમાં ચરબી ઘટાડે છે. અને રકત પરિભ્રમણને સારું કરે છે.

- Advertisement -

(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular