લાલપુર ટાઉન વિસ્તારમાં બુટલેગર તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોના ઘરે પીજીવીસી એલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગેરકાયદેસર વીજ જોડાણો ઝડપાતા દંડ ફટકારવામાં આવ્યો હતો.
લાલપુર પોલીસ દ્વારા લાલપુર ટાઉન વિસ્તારમાં દારૂ અંગેના દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસમાં પીજીવીસીએલની ટીમને સાથે રાખી લાલપુર પીઆઇ, પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા જીઆરડી જવાનોને સાથે રાખી વીજ ચેકિં હાથ ધરવામાં આવ્યું હતું. બુટલેગર તેમજ પ્રોહિબિશનના કેસમાં સંકળાયેલા આરોપીઓને ત્યાં હાથ ધરાયેલા ચેકિંગ દરમ્યાન ગત તા. 9 જાન્યુઆરીના રોજ પીપળીનેસ, પન્નાનેસ તથા પીપળી ગામમાં કુલ 128 જેટલા ઘરોમાં ચેકિગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રર જેટલા ઘરોમાં દંડ ફટકારાયો હતો. પન્નાનેસ તથા પીપળીનેસમાં નાથીબેન રણસુર ગોદાણી, ભોજકર્ણ નાથસુર ગુજરીયા, દેવરસી વાલરાજ ગુજરીયા, ધના મુળુ ગોદાણી, ડાયબેન મેરામણ ગોદાણી, દેગણસી રૂપા ગુજરીયા (લાખસુર રૂપા ગુજરીયા), સહદેવ કમા ગુજરીયા, હરદાન ઉર્ફે લાલો દેશળ ગુજરીયા, કરણ દેશળ ગુજરીયાના નામનું બિલ ફટકારાયું હતું. કુલ રૂપિયા 1પ લાખ 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત તા. 13ના રોજ પણ લાલપુર ટાઉન વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 20 થી રર જેટલા ઘરો ચેક કરવામાં આવતા 10 ઘરોમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ કાપવામાં આવ્યા અને કુલ રૂપિયા 3 લાખ 40 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.