Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરપીરોટન ટાપુ ઉપર ખડકાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરાયા - VIDEO

પીરોટન ટાપુ ઉપર ખડકાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરાયા – VIDEO

આશરે 4000 ચો.ફુટમાં પથરાયેલા ધાર્મિક દબાણો દૂર કરાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગેરકાયદેસર દબાણો ઉપર ઝીરો ટોલરન્સની નીતિ

- Advertisement -

જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ ઉપર ખડકાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઉપર પોલીસ અધિક્ષકના નેજા હેઠળ આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી પાર પાડવામાં આવી હતી.

- Advertisement -

દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુન: મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.

- Advertisement -

જામનગર નજીક આવેલા પીરોટન ટાપુ પાસે 5 જઙખ આવેલા છે. જેનાથી દેશનો 60% ક્રૂડ ઓઇલનો પુરવઠો સપ્લાય થાય છે. જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા જાળવવી ફરજિયાત બની ગઇ છે. ઉપરાંત પીરટોન મરીન નેશનલ પાર્કનો ભાગ હોવાથી અહીં કોરલ જેવા સમુદ્રી જીવોને ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને કારણે મોટું નુકસાન થતું હતું. આ ધાર્મિક દબાણોને કારણે મોટી સંખ્યામાં લોકોની અવર જવર વધી જવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર પ્રશ્ર્નો ઉભા થઈ રહ્યા હતાં. તેમજ દરિયાઇ વિસ્તાર હોવાને કારણે એનડીપીએસ સંબંધી પ્રવૃત્તિઓ માટે લેન્ડીંગ પોઇન્ટ બનવાનું મોટું જોખમ તોળાતુ હતું. ઉપરાંત અતિક્રમણને કારણે સમુદ્રી વનસ્પતિને મોટા પાયે નુકસાન થતું હતું. તેમજ દેશની આર્થિક વ્યવસ્થામાં મહત્વનું યોગદાન ધરાવતા જીએસએફસી, રિલાયન્સ, ન્યારા એનર્જી, એરફોર્સ બેઈઝ, નેવી બેઈઝ જેવા મહત્વના ઉદ્યોગો- સંસ્થાઓ માટે આ અતિક્રમણને કારણે થતી ગેરકાયદેસર અવર-જવર ગંભીર ખતરો ઉભો કરતી હતી.

પીરોટન ટાપુ ઉપર 4000 ચો.ફુટમાં ખડકાયેલા ગેરકાયદેસર ધાર્મિક દબાણોને દૂર કરવા અને ટાપુને ફરીથી તેની મુળ સ્થિતિમાં લઇ આવવા માટે કલેકટર બી.કે. પંડયા, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ અતિક્રમણને સંપુર્ણ રીતે દૂર કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહીના કારણે પિરોટન ટાપુને ફરીથી મુળ સ્થિતિમાં લઇ આવવામાં આવ્યો હતો. જેના કારણે દેશની સુરક્ષા વ્યવસ્થા અને સમુદ્રી જીવસૃષ્ટિનું રક્ષણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular