મકરસંક્રાંતિના પર્વને લઇ જામનગરમાં ઠેર ઠેર પતંગ અને દોરનું વેંચાણ થઈ રહ્યું છે. ત્યારે ચાઇનીઝ દોર પક્ષીઓ અને માનવીઓ માટે ઘાતક હોય છે અને તેના વેંચાણ પર પ્રતિબંધ હોય. જામનગર જિલ્લા કરૂણા અભિયાનના નોડલ ઓફિસર આર બી પરસાણાની રાહબરી હેઠળ જામનગર શહેરના ગોકુલનગર, ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના પતંગો, ચાઇનીઝ દોર સહિત પક્ષીઓને નુકસાન કરતા જે કાંઈ પણ સામગ્રી વાપરવામાં આવતી હોય તે અંગે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.