જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ નજીકના વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાંથી બાઇક ચોરી આચરનાર સગીરને સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ અંડરબ્રિજ પાસે ચોરાઉ બાઇક સાથે સગીર હોવાની કમાન્ડ એન્ડ કંટ્રોલ રુમના સીસી ટીવીમાં નજરે પડતાં પોકો વનરાભાઇ ખવડ, મયૂરસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ જે.જે. ચાવડા, પીએસઆઇ વી.બી. બરસબીયા તથા સ્ટાફે જીજે-10સીબી-1986 નંબરના 30 હજારની કિંમતના ચોરાઉ બાઇક સાથે તસ્કરને ઝડપી લઇ આગળની કામગીરી હાથ ધરી હતી.