જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા 10 લાખની છેતરપીંડીના ગુનામાં નાસતા-ફરતાં લિસ્ટેડ આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે વાંકાનેરમાંથી ઝડપી લઇ શેઠવડાળા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુર તાલુકાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2023માં નોંધાયેલા છેતરપીંડીના ગુનામાં અમદાવાદ તથા જુનાગઢના ચારથી પાંચ જેટલા શખ્સોએ જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામના ખેડૂત પરીવારને વિશ્ર્વાસમાં લઇ તાંત્રિક વિધિથી રૂપિયા બનાવી દેવાનો ડેમો દઇ ખેડૂત પાસેથી કટકે-કટકે સમયાંતરે આંગડીયા પેઢી દ્વારા 10 લાખ રૂપિયા પડાવી લઇ છેતરપીંડી આચર્યાના ગુનામાં નાસતો-ફરતો આરોપી અંગેની ભરતભાઇ ડાંગર, ગોવિંદભાઇ ભરવાડ, સલીમભાઇ નોયડા, હાર્દિકભાઇ ભટ્ટ, દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા, એએસઆઈ ગોવિંદભાઈ ચૌહાણ, લખધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, હેકો સલીમભાઈ નોયડા, ભગીરથસિંહ સરવૈયા, ભરત ડાંગર, રણજીતસિંહ પરમાર, મહિપાલભાઇ સાદિયા,તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, હેકો અરવિંદગીરી ગોસાઈ, એલસીબી હેકો નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફે બરકતઅલી પ્યારઅલી પંઝવાણી (ઉ.વ. 45) નામના શખ્સને વાંકાનેરમાંથી દબોચી લઇ શેઠવડાળા પોલીસને સોંપી આપ્યો હતો.