જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પરથી પસાર થતાં શખ્સને આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી દારુની ત્રણ બોટલ મળી આવતાં પોલીસે તપાસ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના રણજીતસાગર રોડ પર ગ્રિન સીટી પાસેના વિસ્તારમાંથી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટાફે અજ્યસિંહ રણજીતસિંહ રાઠોડ નામના શખ્સને આંતરીને તલાસી લેતાં જેના કબજામાંથી રૂા. 1500ની કિંમતની ઇંગ્લીશ દારુની 3 બોટલ મળી આવતાં પોલીસે અજયસિંહની પૂછપરછ કરતાં આ દારુનો જથ્થો મુસ્તફા ઉર્ફે લાડુ નામના શખ્સે સપ્લાય કર્યાની કેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.