જામનગર શહેરના શંકરટેકરી બજરંગ ચોક વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં બાર શખ્સોને સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 22600ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના શંકરટેકરી, બજરંગચોક વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન વિજયકુમાર રમેશચંદ્ર પાંડે, કૃષ્ણમુરારી બાબુરામ કુશવાહ, રણજીતસિંહ શ્રીનાથુસિંગ રાજપૂત, દિપેશસિંગ રવિરેન્દ્રસિંગ રાજપૂત, ગોરખસિંગ જશવંતસિંગ રાજપૂત, મેઘનાથ રઘુવીરસિંગ પરીહાર, નવાબસિંગ રઘુવીરસિંગ પરીહાર, રાજુસિંગ નવલસિંગ રાજપૂત, ગ્રિજેશકુમાર સુંદરલાલ કઠેરીયા, બંટીસિંગ દુર્જનસિંગ પરીહાર, સંતોષસિંગ કરણસિંગ રાજપૂત, માધવસિંગ મોકમસિંગ કુશવાહ નામના 12 શખ્સોને પોલીસે રૂા. 22600ની રોકડ અને ગંજીપાના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.