જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતાં મહિલાના ઘરમાં પાડોશી શખ્સ તથા તેના પરિવાર સહિતના ચાર શખ્સોએ આવીને કાચની બોટલો, લાકડી અને પથ્થરો સાથે આવી બોટલો તથા પથ્થરના ઘા કરી રૂા. 45000નું નુકસાન પહોંચાડી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમં પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગરમાં આવેલા યોગેશ્ર્વરનગર શેરી નં. 3માં મકાન નં. 3/5માં રહેતાં રૂપલબેન દિપકભાઇ ફીચડીયા (ઉ.વ.40) નામના મહિલા ગઇકાલે રાત્રીના સમયે તેના ઘરે હતા તે દરમિયાન બાજુમાં જ રહેતા અજય બાવાજી નામના શખ્સે મહિલાના ઘરમાં પ્રવેશ કરી ઘરની બહાર પાડોશીની કાર પાર્ક કરી હતી. તે મહિલાની હોવાનું સમજીને મહિલાને વાહન અહીં કેમ રાખો છો? તેમ કહી અજય બાવાજી તથા તેના બે પુત્રો હિતેશ બાવાજી અને વિવેક બાવાજી તેમજ પત્નિ અલ્પા અજય બાવાજી સહીતના ચારેય શખ્સોએ મહિલાના ઘરમાં આવીને કાચની બોટલો, લાકડી તથા પથ્થરો સાથે ઘરમાં તોડફોડ કરી કાચની બોટલો અને પથ્થરના ઘા કરી મહિલાના પુત્રનો મોબાઇલ અને ઘરવખરીનો સામાન તોડી નાખ્યો હતો. તેમજ દરવાજામાં ધોકા મારી નુકસાન પહોંચાડયું હતું અને ાવાજી પરિવારે મહિલાના ઘરમાં આશે 45000ની વસ્તુઓ તોડફોડ કરી નુકસાન કર્યું તું. તેમજ અજય બાવાજી તથા તેની પત્નિએ મહિલાને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલા દ્વારા જાણ કરાતાં પીએસઆઇ વી.આર. ગામેતી તથા સ્ટાફે બાવાજી પરિવાર વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


