Friday, January 10, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં યુવાનને ફડાકા ઝીંકી ધમકી આપી રોકડ રકમની લૂંટ

દ્વારકામાં યુવાનને ફડાકા ઝીંકી ધમકી આપી રોકડ રકમની લૂંટ

સાઈટ પર કામ ચાલુ રાખવા બાબતે પૈસાની માંગણી : નંબર પ્લેટ વગરની કારમાં આવી ફડાકા ઝીંકી ધમકી આપી લૂંટ : પોલીસ દ્વારા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

દ્વારકામાં આવેલી એક હોટલ પાસે ચાલી રહેલા કામ દરમિયાન આ સ્થળે કામ ચાલુ રાખવા બાબતે પૈસાની માંગણી કરી, બુધવારે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ચાર શખ્સોએ યુવાનને ફડાકા ઝીંકી, રોકડ રકમની લૂંટ ચલાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દ્વારકા નજીક આવેલી ફર્ન હોટલની બાજુમાં ચાલી રહેલી હોટેલની સાઈટના કામના સ્થળે છેલ્લા આશરે આઠેક માસ દરમિયાન વરપા ધીરા નાંગેશ, રામ ધીરા નાંગેશ, અશોક વરપા નાંગેશ અને વિનોદ વરપા નાંગેશ (રહે. બરડીયા) નામના શખ્સો દ્વારા છેલ્લા આઠેક માસથી અવારનવાર અહીંની સાઈટ ઉપર રહેલા જયકિશન કમલેશભાઈ વિઠલાણી નામના યુવાન પાસે જઈને કામ ચાલુ રાખવા બાબતે રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. જેથી જયકિશનભાઈએ નિર્મલભાઈ સમાણી સાથે વાત કરવાનું જણાવ્યું હતું. તેમ છતાં પણ ગઈકાલે બુધવારે તેઓ સાઈટ ઉપર હતા, ત્યારે સફેદ કલરની નંબર વગરની ક્રેટા કારમાં લાકડાના ધોકા સાથે આવેલા આરોપી શખ્સોએ ફરિયાદી જયકિશનભાઈને પકડી રાખી, અને ફડાકા ઝીંકી લીધા હતા.

આટલું જ નહીં, આરોપીઓએ તેમના ખિસ્સામાં રહેલું પાકીટ કાઢી, અને તેમાંથી રૂપિયા 10,500 ની લૂંટ ચલાવી હતી. આ પછી જતા જતા આરોપીઓએ હવે પછી જો તેઓ રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે જયકિશનભાઈ વિઠલાણીની ફરિયાદ પરથી તમામ ચાર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. ડી.એમ. ભટ્ટ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular