Thursday, January 9, 2025
Homeરાજ્યજામનગરગોવાણામાં માતા અને પુત્ર ઉપર પાડોશી પિતા-પુત્રનો હુમલો

ગોવાણામાં માતા અને પુત્ર ઉપર પાડોશી પિતા-પુત્રનો હુમલો

લોખંડની રાપનો પુત્ર અને લાકડાના ગેડા વડે માતા ઉપર હુમલો : સામાપક્ષે પિતા-પુત્ર ઉપર બે ભાઇઓ દ્વારા હુમલો કરાયો : સામસામી મારામારીમાં ઘવાયેલા ચાર વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડાયા : પોલીસ દ્વારા સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી

- Advertisement -

લાલપુર તાલુકાના ગોવાણામાં ખેતરના પાણી બાબતે પિતા-પુત્રએ ગાળો કાઢી લોખંડની રાપ વડે તથા લાકડાના ગેડા વડે માતા અને પુત્ર ઉપર હુમલો કર્યો હતો. જ્યારે સામપક્ષે બે ભાઈઓએ ગાળાગાળી કરી લોખંડની રાપનો ઘા મારી ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં રહેતાં અને ખેતી કરતા ભાવેશભાઈ સાજણભાઈ કરંગીયા નામનો યુવકની બાજુમાં આવેલા ગોવિંદ રણમલ કરંગીયાના ખેતરનું પાણી ભાવેશના જીરાના પાકમાં આવતા ભાવેશે ગોવિંદને ખેતરનું પાણી નહીં આવવા દેવા જણાવતા ઉશ્કેરાયેલા ગોવિંદ રણમલ કરંગીયા અને તેના પિતા રણમલ મેપા કરંગીયા નામના બે શખ્સોએ ગાળો કાઢી ભાવેશ ઉપર લોખંડની રાપનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી તેમજ રણમલભાઈએ લાકડાના ગેડા વડે ભાવેશ તથા તેની માતા અમરીબેન ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

જ્યારે સામાપક્ષે ગોવિંદભાઈ રણમલભાઈ કરંગીયા (ઉ.વ.35) નામના યુવાન ખેડૂતને મંગળવારે સવારના સમયે ભાવેશ અને હમીર સાજણ કરંગીયા નામના બે ભાઈઓએ ગોવિંદભાઈ પાસે આવીને ‘તું શું કામ તારા ખેતરનું પાણી અમારા ખેતરમાં આવવા દે છે ?’ તે બાબતનો ખાર રાખી બંને ભાઈઓએ યુવાનને ગાળો કાઢી હતી અને હમીરે લોખંડની રાપનો ઘા મારી ઈજા પહોંચાડી હતી તેમજ ભાવેશે લાકડાના ધોકા વડે ગોવિંદ તથા તેના પિતા રણમલભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા જ્યાં બનાવની જાણના આધારે એએસઆઈ ડી ડી જાડેજા તથા સ્ટાફે ભાવેશ કરંગીયા તથા સામાપક્ષે ગોવિંદ કરંગીયાની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular