જામનગરમાં લોેરેન્સ બિશ્ર્નોઇના નામે ધમકી મળ્યાનો આક્ષેપ કરનાર વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી બ્રાસપાર્ટના વેપારીની સાથે 2500 કિલો પીતળનો ભંગાર ખરીદ કરી 13.76 લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ આરાંભી હતી.
આ અંગની વિગત મુજબ, જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 60 માં રહેતં અને મુળ અલીરાજપુર મધ્યપ્રદેશના વતની એવા અંતિમભાઈ ઠાકુરદાસ મોદી (ઉ.વ.45) નામના વેપારી યુવાન સાથે જામનગરના 80 ફુટ રીંગ રોડ પર રહેતાં સાગર કારુ નંદાણિયા નામના શખ્સે પૂર્વ આયોજિત કાવતરુ રચી વેપારી યુવાનને વિશ્ર્વાસમાં લઇ તેની પાસેથી બ્રાસપાર્ટના ભંગાર માલની ખરીદી કરી હતી અને આ માલના અડધા પૈસા ચૂકવી દીધા હતાં અને યુવાન વેપારીની મોદી મેટલ્સ નામની પેઢીનું બીલ તથા જીએસટી નંબર મેળવી વેપારીને બાકીના પૈસા આપવાના બદલે અન્ય પેઢીના નામનો ચેક અપી ચેકમાં પોતાની સહી કરી હતી. તેમજ વેપારીના જીએસટી નંબર તથા પેઢીના નામના આધારે સાાગરે આશાપુરા મેટલ નામની પેઢીમાંથી 2500 કિલો બ્રાસપાર્ટના ભંગારની ખરીદી કરી હતી. તેમજ ંતિમભાઈ પાસેથી અગાઉ ખરીદેલા બ્રાસપાર્ટના ભંગારના બાકી નિકળતા રૂા.13.76 લાખ નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.
આ છેતરપિંડી અંગે બ્રાસપાર્ટના વેપારી અંતિમભાઈ દ્વારા સાગર કારુ નંદાણિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર ડી ગોહિલ તથા સ્ટાફે પૂર્વ આયોજિત કાવતરુ રચી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, છેતરપિંડી આચરનાર સાગર કારુ નંદાણિયા નામના શખ્સે હાલમાં તેને લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકી મળતી હોવાનું અને ઘણાં સમયથી હુમલા થતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ આક્ષેપ કરનાર શખસ વિરૂધ્ધ જ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિર્તકો થઈ રહ્યા છે.


