જામનગર સંસદીય મતવિસ્તારના જામનગર જીલ્લાના કાલાવડ-બાલભડી લો લેવલ રોડ રૂ.15 લાખ, કાલાવડ-વથલી ફલા રોક મેસોનરી સીડી રૂ. 80લાખ, જામનગર-લાલપુર-પોરબંદર રોક પાઈપ ફેઈન રૂા. 120 લાખ, જામનગર-સમાળા ફુલનાથ રોડ કોઝવે રૂ. 560 લાખ, દુધઈ ભીમકટા-જામસર-રણજીતપર-બાલંભા રોડ કોઝવે રૂ. 130 લાખ, મોટીગોપ ઝીણવારી-ઈશ્વરીયા વનાવા-નંદાણા- ધ્રાફા રોડ પાઈપ ફેઈન રૂા.35 લાખ અને મોરબી જીલ્લાના ઉંટબેટ શામપર-બેલા-આમરણ રોડ કોઝવે 765લાખ મળી એમ કુલ-1705 લાખના રોડ-રસ્તાના ટ્રેઈન અને કોઝવેના કામો મંજુર કરવા અંગેની આનુસાંગીક કામગીરી કરવા બાબતે સાંસદ પૂનમબેન માડમ તથા જામનગર જીલ્લા માટે મંત્રીથી રાઘજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પુર્વ ંત્રી ચીમનભાઈ સાપરિયા વિગેરે પદાપિકારીઓ અને અગ્રણીઓ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી. જે કામોને મુખ્યમંત્રી દ્વારા સૈધ્ધાંતીક મંજુરી અને જોબ નંબર મળતા જનસુવિધાના આ મહત્વના કામો માટેની આ રજુઆતોને અનુલકષીને આ કામો મંજુર થતા સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો છે. સાંસદની અસરકારક આ રજુઆત સફળ રહેતા જામનગર સંસદીય મતવિસ્તારના લોકોએ સાંસદ પૂનમેન માડમનો આભાર વ્યકત કરેલ છે.
જામનગર સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર અને મોરબી તાલુકાના ઉકત મહત્વના માર્ગોના ટ્રેઈન અને કોઝવેના કામો માટે રૂા.1705 લાખના આ વિકાસ કામો સૈધ્ધાંતીક રીતે મંજુર થઈ જોબ નંબર મળતા લગત વિસ્તારોના ગામો માટે પરિવહન અને આવન-જાવન માટે ખૂબ સાનુકુળતા થશે. આ માટે સંસદસભ્ય પૂનમબેન માડમએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે. તેમ સંસદસભ્ય કાર્યાયની યાદીમાં જણાવાયું છે.


