જામનગરમાં એનએસયુઆઈ દ્વારા કેમ્પસ એમ્બેસેડર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં જામનગર શહેર એનએસયુઆઈની કારોબારી તેમજ જામનગરની કોલેજોના પ્રમુખ અને કારોબારી સભ્યોની જાહેરાત કરાઇ હતી. તેમજ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઈ દ્વારા જામનગર શહેરમાં કેમ્પસ એમ્બેસેડર નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જામનગર શહેર એનએસયુઆઈની કારોબારીની સાથે-સાથે જામનગરની તમામ કોલેજોના પ્રમુખ અને કારોબારી સભ્યોની ડી કે વી સર્કલ ખાતે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બાઈક રેલી યોજાઇ હતી. બાઈક રેલીના પ્રારંભ પૂર્વે પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને શ્રધ્ધાંજલિ પાઠવવા મૌન પાળવામાં આવ્યું હતું. ડીકેવી સર્કલથી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર કરીને ડો. આંબેડકરની પ્રતિમાને ફુલહાર, મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરી બાઈક રેલી સમગ્ર શહેરમાં ફરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઈ નંદા, કોર્પોરેટરો જેનબબેન ખફી, અલ્તાફભાઈ ખફી, આનંદ ગોહિલ, કાસમભાઈ જોખિયા, દાઉદભાઈ, સહારાબેન મકવાણા, યુવક કોંગે્રસ પ્રમુખ સંદિપાઈ આહિર, દર્શનભાઈ રાઠોડ, હરદેવસિંહ, બિપેન્દ્રસિંહ જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને ડો. તૌસિફખાન પઠાણ, શકિતસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ, સન્નીભાઈ આચાર્યની આગેવાનીમાં યોજાયો હતો.