Tuesday, January 7, 2025
Homeરાજ્યહાલારચોરી થયેલ બે માછીમાર બોટ શખ્સે સળગાવી નાખી

ચોરી થયેલ બે માછીમાર બોટ શખ્સે સળગાવી નાખી

પોલીસને અર્ધસળગેલી બોટો મળી આવી: બાલંભાના શખ્સની ધરપકડ

- Advertisement -

જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં માછીમાર યુવાનની દરિયામાં લાંગરેલી બે બોટની ચોરી થયાના બનાવમાં ધંધા ખારના કારણે બંને બોટો સળગાવી નાખ્યાનું ખુલતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી રિમાન્ડ પર લીધો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલંભા ગામમાં રહેતાં માછીમારી કરતા સલીમ મુસાભાઈ ચાવડા નામના યુવાનની માછીમારી માટેની બે બોટ દરિયામાં લાંગરેલી હતી તે દરમિયાન ગુમ થઈ જતા ચોરીની ફરિયાદ બેડી મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા જોડિયા નજીકના દરિયામાંથી સળગાવેલી બંને બોટ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરતાં બાલંભા ગામમાં રહેતાં અસગર અલ્લારખા ચાવડા નામના શખ્સને સલીમ સાથે તકરાર ચાલતી હતી. જેનું મનદુ:ખ રાખી અસગરે દરિયામાં પાણી ઓછું હતું ત્યારે બે કિ.મી. દૂર પગપાળા જઈને ‘કિસ્મત’ અને ‘પિરાણી’ નામની બે બોટોમાં ડીઝલ છાંટી ગાદલા ગોદળાની મદદથી બંને બોટો સળગાવી દરિયામાં છોડી દીધી હતી. જેના આધારે અસગરની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular