Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારબેટ દ્વારકામાં વીઆઈપી દર્શનનો વીડિયો વાયરલ થતા ભકતોમાં રોષ

બેટ દ્વારકામાં વીઆઈપી દર્શનનો વીડિયો વાયરલ થતા ભકતોમાં રોષ

અમે દર્શન કરાવવાના નહીં પરંતુ અહીંનો ઇતિહાસ બતાવવાની દક્ષિણા લઈએ છીએ, નહીં કે પૈસા : વીડિયોમાં અર્થનું અનર્થ કરી, ખોટું અર્થઘટન કરાયાનો આક્ષેપ

- Advertisement -

વિશ્વ વિખ્યાત યાત્રાધામ બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજ બન્યા બાદ અહીં આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. બેટ દ્વારકાનું આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. અંદાજે 400 થી 500 જેટલા વર્ષ જૂનું મંદિર ગાયકવાડ સરકારે બનાવેલું આ મંદિર હાલ વૈષ્ણવ સંપ્રદાયના જૂનાગઢનાં બાવાશ્રી હસ્તક અને બેટ દેવસ્થાન સમિતિ દ્વારા સંચાલિત છે. જેમાં રાજ્યના પૂર્વ મંત્રી સૌરભ પટેલ, અને સમીર પટેલ સહિત 14 ટ્રસ્ટીઓ કાર્યભાર સંભાળે છે.

- Advertisement -

આ મંદિરમાં 13 વખત ભોગ લાગે છે અને 9 વખત આરતી થાય છે. આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ તેમની 4 મુખ્ય પટરાણી સાથે નિવાસ કરે છે. જેને રાણીવાસ કહેવાય છે. મંદિર તરફથી યાત્રાળુઓ માટે અલગ અલગ દર્શન માટે રેલીંગની વ્યવસ્થા છે. મંદિરની સુરક્ષામાં મંદિરની ખાનગી સિક્યોરિટી એજન્સી, પોલીસ અને એસ.આર.પી. સંયુક્ત રીતે સંભાળે છે.

તાજેતરમાં વાયરલ થયેલા એક વિડિયોમાં વી.આઈ.પી. દર્શન અંગે બેટ દ્વારકાના બ્રાહ્મણો અને યાત્રાળુઓ સાથે વાતચીત પણ કરતા આ બાબતે ભૂદેવોએ આ વિડિઓ અંગે ગેરસમજ ફેલાવી મંદિર સમિતિએ વિડિઓ અંગેના આક્ષેપો ભૂદેવોએ કર્યા છે.

- Advertisement -

મંદિર સમિતિ દ્વારા વાતચીતમાં જણાવાયું કે આ અંગે કોઈ પણ વી.આઈ.પી. દર્શન કરવામાં આવતા નથી. અને આ વિડિઓ અંગે ભૂદેવોએ જણાવ્યું કે આ વિડીયોનું અર્થઘટન ખોટું કરાયુ છે. સોમવારે અમાસનાં દિવસે આ કૃત્યને ભૂદેવોએ વખોડ્યું છે. અને આ અમારો દક્ષિણા માંગવાનો હક છે. જે યાત્રાળુઓ પોતાના મનથી આપતા હોવાનું જણાવાયું છે. વધુમાં ભૂદેવોએ જણાવ્યું હતું કે જેમ તમામ લોકોને ધંધા રોજગાર હોય, તે રીતે અહીં આવતા યાત્રાળુઓને અહીંના વિશે સમજાવી તેમજ અહીંના ઇતિહાસ વિશે જાણકારી આપીએ છીએ. જેના બદલામાં અમને આવતા યાત્રાળુઓ દક્ષિણા આપે છે અને એ પણ અમે કોઈ નિયમ બનાવેલ નથી કે કેટલી દક્ષિણા આપવી. યાત્રાળુઓ પોતાના મનથી આ દક્ષિણા આપતા હોય છે. તેમ બેટ દ્વારકા મંદિર તીર્થ પુરોહિત દ્વારા જણાવાયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular